નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે NCERT પેનલે બુધવારે મોટો નિર્ણય લીધો છે. આગામી સત્રથી NCERT પુસ્તકોમાં ફેરફાર જોવા મળી શકે છે. હવે NCERT પુસ્તકોમાં ઈન્ડિયાને બદલે ભારત લખવામાં આવશે. NCERT કમિટીએ આ પ્રસ્તાવને પહેલા જ મંજૂરી આપી દીધી છે એટલે કે વિદ્યાર્થીઓ ઈન્ડિયાની જગ્યાએ ભારત શબ્દ વાંચશે. NCERTના જે પણ નવા પુસ્તકો આવતા સત્રથી આવશે. હવે તે પુસ્તકોમાં ઈન્ડિયાને બદલે ભારત શબ્દ લખવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ માટે એક ટીમ પણ બનાવવામાં આવશે. જે સમગ્ર પાઠ્યપુસ્તકની સામગ્રીનું વિશ્લેષણ કરશે.