એક યુવકના મોત બાદ પોલીસને તપાસમાં કંઈક એવું જાણવા મળ્યું છે, જેનાથી પોલીસ પણ ચોંકી ગઈ છે. યુવકે આત્મહત્યા કરી લીધી હતી, ત્યારબાદ પોલીસે રૂમની તપાસ કરી તો એક સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઈડ નોટમાં મૃતક યુવકે જણાવ્યું છે કે એ તેના મિત્ર (બોયફ્રેન્ડ)ની બેવફાઈથી પરેશાન હતો. યુવકે એમ પણ લખ્યું છે કે તેનો પ્રેમી તેની સાથે 3 વર્ષથી રહેતો હતો. આ દરમિયાન તેણે તેની સાથે ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. પોલીસે સુસાઈડ નોટ કબજે કર્યા બાદ ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મૃતક યુવકે અત્યંત ભાવુક થઈને આ સુસાઈડ નોટ લખી છે. સ્યુસાઇડ નોટમાં મૃતક યુવકે લખ્યું છે કે, તે મારી સાથે 3 વર્ષથી રહેતો હતો અને પોતાને એકદમ લાચાર જણાવતો હતો. અમારી વચ્ચે બધું જ ચાલતું હતું. ધીમે-ધીમે મારાથી તેનું મન જાણે કે ભરાઈ ગયું હતું અને પછી તેણે મારી સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું. સુસાઈડ નોટમાં મૃતકે લખ્યું છે કે તેના પ્રેમીએ તેની સાથે અનેકવાર મારપીટ પણ કરી હતી, તેને ગંભીર ઈજાઓ થઈ હતી. સુસાઈડ નોટની સાથે એવી કેટલીક તસવીરો પણ છે જેમાં બંને લગ્ન કરતા જોવા મળી રહ્યા છે. પત્રમાં પણ મૃતક યુવકે આ લગ્નની વાત કરી છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
મૃતક યુવકે પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે તેમની વચ્ચે એક યુવતી આવી ગઈ હતી. આ જ કારણ છે કે તેનો બોયફ્રેન્ડ તેના કરતા ઓછો સમય વિતાવતો હતો અને ધીમે ધીમે છોકરીની પાછળ પાગલ થઈ ગયો હતો. મૃતકનું કહેવું છે કે યુવતી પણ તેને જાણીજોઈને ફસાવી રહી હતી. જો કે પત્રમાં લખવામાં આવ્યું છે કે તેને યુવતી પ્રત્યે કોઈ નારાજગી નથી કારણ કે તે અમારા સંબંધો વિશે કંઈ જાણતી નથી. પોલીસ હવે આ મામલે ગંભીર બની છે અને આરોપીઓને શોધવા માટે સતત દરોડા પાડી રહી છે.