ખોડીયાર માતાની જયંતી નિમિત્તે મહાસુદ આઠમ પર રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીકના શ્રી ખોડલધામ મંદિરમાં ધામધૂમથી ઉજવણી થઈ હતી. આ પર્વ પર મા ખોડલને અલૌકિક શણગારથી સજાવાયા હતા. વિવિધ 9 કિલો ડ્રાયફ્રુટથી તૈયાર વિશિષ્ટ હાર માતાજીને પહેરાવાયો હતો.
ખોડીયાર માતાની જયંતી હોવાથી ભક્તો વહેલી સવારથી ઉમટી પડયા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે ખોડિયાર જયંતીની શુભેચ્છા પાઠવી હતી. એ નોંધવું અહીં ઘટે કે, શ્રી ખોડલધામ મંદિરે દર વર્ષે ખોડિયાર જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે.
read more: IPL 2022: અમદાવાદ ફ્રેન્ચાઇઝીને ગુજરાત ટાઇટન્સ કહેવામાં આવશે
મા ખોડલને કાજુ, બદામ અને એલચીમાંથી બનેલો ૯ કિલો ડ્રાયફ્રૂટનો હાર અર્પણ કરાયો હતો. જન્મદિવસે મા ખોડલને કેક ધરવામાં આવી હતી.
ખોડિયાર જયંતીના દિવસે ભકતો શાંતિપૂર્ણ અને કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે દર્શન કરી શકે તે પ્રકારનું આયોજન ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા કરવામાં આવ્યું હતું.