દેશના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડીનો કહેર યથાવત છે.ઘણી જગ્યાએ તાપમાન માઈનસ સુધી પહોંચી ગયું છે.જ્યારે અનેક વિસ્તારોમાં ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દરમિયાન,ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી થોડા દિવસોમાં હવામાનને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.
પંજાબ,હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાનમાં ઠંડી વધવાની શક્યતા છે
IMD પાસેથી મળેલી જાણકારી અનુસાર,પંજાબ,હરિયાણા,ચંદીગઢ અને રાજસ્થાનના ભાગોમાં 3 અને 4 જાન્યુઆરી સુધી ઠંડી રહેવાની સંભાવના છે. જ્યારે 5 જાન્યુઆરીએ વિવિધ ભાગોમાં ઠંડી સાથે ધુમ્મ્સ રહેવાની શક્યતા છે.
IMD અનુસાર, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા પૂર્વ અને મધ્ય ભારતના વિસ્તારોમાં આગામી બેથી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. જ્યારે અન્ય વિસ્તારોમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં.
ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતના મેદાનોમાં ગાઢ ધુમ્મસની શક્યતા
આગામી બે દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં તાપમાનમાં ઘટાડો થશે.આ સાથે, ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતના મેદાની વિસ્તારોના કેટલાક ભાગોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની સંભાવના છે.
IMD અનુસાર, 4 જાન્યુઆરી, 2024 ના રોજ રાજસ્થાનના ભાગોમાં અત્યંત તીવ્ર ઠંડીના દિવસો રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની શક્યતા છે. જ્યારે પંજાબના કેટલાક ભાગોમાં 3 અને 4 જાન્યુઆરી, 2024ના રોજ અત્યંત ઠંડા દિવસોની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની શક્યતા છે.
કાતિલ ઠંડી પડશે
હરિયાણા-ચંદીગઢ-દિલ્હી વિશે વાત કરીએ તો,4 અને 5 જાન્યુઆરી, 2024 ના રોજ કેટલાક ભાગોમાં તીવ્ર થી અત્યંત તીવ્ર ઠંડીના દિવસો રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન ≤10 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. 3 જાન્યુઆરી 2024 ના રોજ રાત્રે અને સવારના કલાકો દરમિયાન ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની સંભાવના છે. ધુમ્મસ દરમિયાન વિઝિબિલિટી 50 મીટરથી ઓછી હોઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર રાજસ્થાન, ઉત્તર મધ્ય પ્રદેશ અને હરિયાણાના અલગ-અલગ ભાગોમાં ઠંડા દિવસથી લઈને તીવ્ર ઠંડા દિવસની સ્થિતિ પ્રવર્તી રહી હતી. પંજાબના કેટલાક ભાગોમાં પણ ઠંડીનો દિવસ ચાલુ રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે સવારે 8:30 વાગ્યા સુધી હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 6-9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે પૂર્વીય ઉત્તર પ્રદેશ, ઉત્તર મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ભાગોમાં 10-12 °C નોંધાયું હતું.
આ ઉપરાંત જો ગુજરાતની વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડી જોવા મળશે.ગુજરાતના જિલાઓમાં લધુત્તમ તાપમાન 13 ડિગ્રીથી નીચે જઈ શકે છે. એટલે કે જો લધુત્તમ તાપમાન નીચું જશે એટલે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાનો છે. આજે વહેલી સવારે પણ અમદાવાદમાં ધૂમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધૂમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો.