દિવાળી નજીક આવી રહી છે ત્યારે સુંદર દેખાવની ચિંતા રહેવી એ આજની યુવતીઓની સ્વભાવિક બાબત છે. તમે ચહેરાની સુંદરતા માટે તો ઘણું જાણી અને અજમાવી લો છો પરંતુ ક્યારેય કોણી અને ઘુંટણની કાળાશ માટે કંઈ વિચાર્યું છે ખરું. કોણી અને ઘૂંટણની કાળાશ તમારી સુંદરતા સામેની સમસ્યાઓમાંથી એક છે. શરીરના કેટલાક ભાગો એવા હોય છે જે સામાન્ય રીતે બાકીની ત્વચા કરતા ઘાટા થઈ જતાં હોય છે. તેની કાળાશ સરળતાથી ઓછી થતી નથી. આનું કારણ સૂર્યપ્રકાશના વધુ પડતા સંપર્ક, વારસાગત, ગર્ભાવસ્થા અથવા મેનોપોઝ પણ હોઈ શકે છે. ત્વચાની કાળાશ દૂર કરવા ઘણા લોકો પાર્લરનો સહારો લેતા હોય છે, પરંતુ વારંવાર પાર્લરમાં જવાથી ખિસ્સા પર અસર પડે છે. આ સ્થિતિમાં, યોગ્ય છે કે તમે ઘરેલું ઉપચાર અપનાવો.
કાકડી- કાકડી ત્વચાનું કાળાપણું દૂર કરવા ફાયદાકારક સાબિત થાય છે. કાકડીની સ્લાઈસ લો અને અસરગ્રસ્ત જગ્યા પર 10-11 મિનિટ સુધી ઘસો. 5 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ પ્રયોગ નિયમિતપણે કરવાથી ચોક્કસ સારા પરિણામ મળશે.
ખાંડ સ્ક્રબ- ખાંડ અને ઓલિવ ઓઈલ મિક્સ કરીને સ્ક્રબ બનાવો. આ પેસ્ટને કોણીઓ અને ઘૂંટણ પર હળવા હાથેથી લગાવો. થોડીવાર માલિશ કર્યા પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ એવો ઘરેલું ઉપાય છે જે તમને ઝડપી પરિણામ આપી શકે છે.
ખાવાનો સોડા- એક ચમચી ખાવાના સોડામાં થોડું દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને કોણી અને ઘૂંટણ પર લગાવો અને થોડી વાર પછી તેને હુંફાળા પાણીથી ધોઈ લો. જે તમને તમારી ત્વચાનું ઓરિજીનલ લૂક આપવામાં મદદ કરશે.
કુંવરપાઠુ – એલોવેરા જેને ગુજરાતીમાં આપણે કુંવરપાઠા તરીકે ઓળખીએ છીએ એ કાળા પડી ગયેલી કોણી અને ઘૂંટણ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ માટે તાજા એલોવેરાને સીધો અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો. તેને 20 મિનિટ સુધી રાખ્યા બાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
ચણાનો લોટ- 1 ચમચી ચણાનો લોટ, ચપટી હળદર, 1 ચમચી મલાઈ અને લીંબુના થોડા ટીપા નાખીને બરાબર મિક્સ કરી લો. તેને કોણી અને ઘૂંટણ પર લગાવો. તેને 15 મિનિટ માટે છોડી દીધા બાદ પાણીથી ધોઈ લો. આ પ્રયોગ અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 વખત કરો.