મંગળવારે ED દ્વારા ચીની મોબાઈલ કંપની Vivo વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. EDની ટીમે દેશભરમાં Vivoના 44 સ્થળો પર દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ સહિત દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે દરોડા ચાલુ છે અને જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે સીબીઆઈ પણ તપાસ કરી રહી છે.