બાળકો વારંવાર તેમના મોંમાં કંઈકને કંઈક મૂકતા રહે છે. તેમજ ચાવવાનું શરૂ કરે છે. તાજેતરમાં, આવા જ એક બાળકનો એક ડરામણો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બાળક રમતી વખતે સાપને રમકડું સમજીને તેને મોંમાં નાખી દે છે. આ દિલધડક વીડિયો જોઈને લોકો ડરી ગયા હતા.
વીડિયો વાઇરલ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક સાપને પોતાના મોં પાસે લઈ જાય છે,થોડી વાર પછી બાળક સાપને મોંમાં નાખે છે. પછી તે સાપને બહાર કાઢે છે અને તેને ચાવવાનું શરૂ કરે છે. આટલું જ નહીં બાળક ક્યારેક સાપને પોતાના ખભા પર તો ક્યારેક પગ પર બેસાડે છે. જો આપણે ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવે છે કે આ સાપ કોઈ સામાન્ય સાપ નથી, પરંતુ એક નાનો કોબ્રા છે. બની શકે કે સાપનું ઝેર નીકળી ગયું હોય.
વીડિયો જોયા બાદ લોકો દંગ રહી ગયા હતા
લદ્દુલાલ ચૌધરી (જાજરા_સરકાર) નામના યુઝરે આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે- રિયલ વીડિયો, તેજાજી મહારાજ બાળકો સાથે એન્જોય કરી રહ્યાં છે અને બાળક પણ તેજાજી મહારાજને માણી રહ્યાં છે. આ વીડિયોને અત્યાર સુધી 58 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. તે જ સમયે, 3 લાખ લોકોએ તેને પસંદ કર્યો છે. લોકો આ વીડિયો પર જોરદાર કમેન્ટ પણ કરી રહ્યા છે. કેટલાક લોકો માતા-પિતાને હંમેશા નાના બાળકો પર નજર રાખવાની સલાહ આપી રહ્યા છે, નહીં તો તે ખતરનાક બની શકે છે. ઘણા લોકો કહે છે કે આ સાપ અસલી લાગતો નથી પરંતુ તે માત્ર રબરનું રમકડું છે. કેટલાક લોકો તેના જવાબમાં કહી રહ્યા છે કે સાપ જે રીતે ફરે છે તે રમકડા જેવું લાગતું નથી.