લગ્નની સિઝન પૂરબહારમાં ઠંડી સાથે જ ખીલી ઊઠી છે. આ પ્રસંગને યાદગાર બનાવવા આજકાલ ચીત્રવિચીત્ર હરકતો જોવા મળી રહી છે અને સોશિયલ મીડિયા પર એ લોકપ્રિય બનીને વાયરલ પણ થાય છે. વાત કરીએ મહેમાનોની તો આ દિવસોમાં લગ્નોમાં બુફે સિસ્ટમ હોય છે, જ્યાં મહેમાનો શરૂઆતથી લઈને મીઠાઈઓ સુધીની વિવિધ ખાદ્ય વસ્તુઓનો આનંદ માણી શકે છે. તેઓ તેમના સ્વાદ અનુસાર તેમની વાનગીઓને કસ્ટમાઇઝ પણ કરી શકે છે. જો કે, એક અકલ્પનીય વિડીયો ઓનલાઈન વાયરલ થયો છે, જેમાં લગ્નમાં મહેમાનોને પોતાની રોટલી બનાવતા જોઈ શકાય છે.
વીડિયો જોનારા ઘણા લોકોને આ વિચીત્ર લાગ્યું છે. “મોટી પાર્ટીઓમાં નવી વસ્તુ? તમારી પોતાની રોટલી બનાવો,” વીડિયો પોસ્ટ કરનાર વપરાશકર્તાએ કૅપ્શન આપ્યું. એક યુઝરે લખ્યું, “ભારતીય લગ્નોમાં નવી વસ્તુ, તમારી જાતે રોટલી બનાવો… તો એક યૂઝર્સે આ પ્રસંગની મજાક ઊડાવતા કહ્યું ભાઈ કાલે તમે કહેશો, રાત્રિભોજનના વાસણો પણ ધોઈને જજો”