બળાત્કારી પાસે મસાજ બાદ હવે દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં તે ટેસથી જમતો જોવા મળી રહ્યો છે અને અન્ય કોઈ તેને ભોજન પીરસી રહ્યું છે.
આ વીડિયો જાહેર થયા બાદ ભાજપે ફરી એકવાર દિલ્હી સરકાર પર પ્રહારો કર્યા છે. વીડિયો પોસ્ટ કરતા ભારતીય જનતા પાર્ટીના નેતા શહજાદ જય હિંદે કહ્યું કે “મીડિયા તરફથી વધુ એક વીડિયો મળ્યો છે. બળાત્કારી મસાજ કરાવ્યું અને બહાનું ફિઝિયોથેરાપિસ્ટના નામનું કાઢ્યા બાદ, સત્યેન્દ્ર જૈનને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણતા જોઈ શકાય છે. સ્ટાફ તેમને એ રીતે ભોજન પીરસી રહ્યો છે જાણે આ ભાઈ કોઈ રિસોર્ટમાં રજાઓ ગાળતા હોય.
શહજાદે તેમની પોસ્ટમાં વધુમાં કહ્યું કે “કેજરીવાલજી એ સુનિશ્ચિત કર્યું છે કે હવાલાબાજને VIP મજા મળે, સજા નહીં.”