તમિલનાડુના તિરુમંગલમથી મોટા સમાચાર આવ્યા છે. શિવરાકોટ્ટાઈના વિરુધુનગર અને મદુરૈયા હાઈવે પર બુધવારે સવારે લગભગ 6.30 વાગ્યે કારે બાઇકને ટક્કર મારી હતી. ટક્કર બાદ ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો.જેમાં ઓવરસ્પીડ કાર હવામાં ઉછળીને બીજી લેનમાં પડી હતી.ત્યારે આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
પરિવાર મંદિરેથી પરત ફરી રહ્યો હતો.
વાસ્તવમાં, વિલાપુરમનો રહેવાસી કાનાગવેલ તેના પરિવાર સાથે થલાવાઈપુરમના એક મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. દરમિયાન મણિકંદમ ચાર રસ્તા પર કાનાગવેલ પાસે કાર પરનો કાબુ ગુમાવી દેતા બાઇકને ટક્કર મારી હતી. તે સમયે કારની સ્પીડ ઘણી વધારે હતી.બાઇકને ટક્કર માર્યા બાદ કાર કાબુ બહાર જઇને રોડની સામેની બાજુએ જતી હવામાં પલટી ખાઇ ગઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ટુકડા થઈ ગયા હતા. તે જ સમયે, ઘણા લોકો નાસી છૂટ્યા હતા.
અકસ્માતમાં આ લોકોએ ગુમાવ્યા જીવ
અકસ્માતમાં કાનાગવેલ, તેની પત્ની કૃષ્ણાકુમારી, તેના સંબંધી નાગજોઠી અને બાઇક સવાર પાંડી સહિત આઠ વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. કલ્લાકુરિચી પોલીસ અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે. આ ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
અકસ્માતની ઘટના બનતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા,જે બાદ આ અંગે પોલીસેને જાણ કરતા પોલીસનો કાફલો ઘટનસ્થલ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.જેમાં 5 લોકોના ઘટનાસ્થળ પર કમકમાટીભર્યા મોત થયા હતા જયારે અન્ય ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.આ અકસ્માતના પગલે મૃતકનો પરિવાર ભારે શોકમાં ગરકાવ થયો છે.