દિવાળીના ઉત્સાહ ઉમંગમાં વ્યસ્ત છો અને એક કોલ આવે છે જે તમારી અચાનક ચિંતા વધારી દે એવું લાગે તો થઈ જજો સાવધાન… હકીતકમાં મોબાઈલ યુઝર માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન તરફથી તમારા માટે મોટી ચેતવણી છે. દૂરસંચાર વિભાગે દેશના તમામ મોબાઈલ યુઝર્સને એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટમાં લોકોને ફેક કોલ અંગે ચેતવણી આપવામાં આવી છે.
આજકાલ લોકોને એવા ફોન કોલ આવી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવે છે કે તમારો મોબાઇલ નંબર સ્વિચ ઓફ થવાનો છે. કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે આવા કોલ ફેક છે અને આવા કોલની આડમાં લોકો પાસેથી પૈસા પડાવી શકાય છે.
ટેલિકોમ વિભાગનું કહેવું છે કે…
ટેલિકોમ્યુનિકેશન વિભાગ ક્યારેય નંબર બંધ થવા અંગે કોઈ નાગરિકને ફોન કરતું નથી.
નાગરિકોને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ ફોન કોલ્સ પર તેમની અંગત માહિતી કોઈની સાથે શેર ન કરે.
ટેલિકોમ કંપનીને તમારા પર આવતાં આવા કૉલ્સ વિશે જાણ કરો અને ફરિયાદ કરો.
આવા કૉલ્સ છેતરપિંડી હોઈ શકે છે અને છેતરપિંડી કરનારાઓ તમારા બેંક ખાતામાં ઘૂસી શકે છે.
જો તમારી સાથે કોઈ ઘટના બને તો નેશનલ ક્રાઈમ પોર્ટલ https://cybercrime.gov.in પર તેની જાણ કરો.
જો તે તમને કહે છે કે તમારો નંબર સ્વિચ ઓફ થવાનો છે અને તેને ચાલુ રાખવા માટે OTP કહો, તો તરત જ ફોનને ડિસ્કનેક્ટ કરો.