રાજ્યમાં ગોઝારી અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે.ત્યારે અમદાવાદના ધોળકા હાઈવે ગઈ રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે હાઈવેપર પર બંધ ડમ્પર પાછળ બોલેરો કાર ધડાકાભેર અથડાઈ હતી.આ ટક્કર એટલી ગંભીર હતી કે આ ઘટનામાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને અન્ય લોકોને ઈજા પહોંચી હતી.
આ અકસ્માત સર્જાયો ત્યારે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને અકસ્માત પગલે આસપાસના ગ્રામજનો પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા.તેમજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે હાજર થયો હતો.જે બાદ પોલીસ અને 108ની ટીમને અકસ્મતાની ઘટનાની જાણ કરતા તે તુરંત સ્થળ પહોંચી ગઈ હતી અને ઘાયલ લોકોને સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.તો બીજી તરફ ભારે જહેમત બાદ મૃતકોને કારની બહાર કાઢી પીએમ માટે લઇ ગયા હતા.
પાંચના મોત
(૧) નીતિશ નાનસિંગ ભીલવાડ ઉંમર વર્ષ 30
(૨) દિલીપ નાનસિંગ ભીલવાડ
(૩) રાહુલ ખુમસિંગ ભીલવાડ
(૪) પ્રમોદ ભરતભાઈ ભીલવાડ
(૫) રાજુ માનસિંગ ખાંદરા
અકસ્માતના કારણે ડમ્પર ચાલક સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.બોલેરો કારમાં સવાર પાંચ લોકો દાહોદથી મજુરી કામ માટે જઈ રહ્યા હતા. ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે કારનો ખુદડો બોલાઈ ગયો હતો.