ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વિવિધ વિકાસ કામો તથા આઉટગ્રોથ વિસ્તારના કામો માટે ગ્રાન્ટ ફાળવવાનો આગવો અભિગમ અપનાવ્યો છે. આ અંગેની જાહેરાત કરતાં તેમણે રાજ્યના ૪ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર માટે કુલ મળી રપ૩ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે.
also read: ભારતીય નિકાસકારોને પ્રવાહિતાનું સંચાલન કરવામાં મદદ કરવા એસેસરીઝ પર મુક્તિ
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સુરત મનપામાં સહારા દરવાજા રિંગરોડ ફલાય ઓવરબ્રિજથી કરણી માતાના ચોક સુધીના ફલાય ઓવરબ્રિજના કામ માટે વધારાના ૭૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
આ રકમ મંજૂર થતાં ફ્લાય ઓવરબ્રિજના કામને વેગ મળશે. ટેક્સટાઈલ સાથે સંકળાયેલા લાખો લોકો માટે આ ઓવરબ્રિજ આશિર્વાદરૂપ બની શકે છે.