જામનગર નજીક જોડિયા તાલુકા મથકને જોડતા સચાણા ગામ પાસે ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી હતી.જેમાં જુદા જુદા વિસ્તારમાં રહેતા ચાર પિતરાઈ ભાઈ કારમાં દરિયા કિનારે નાહીને પરત ફરી રહ્યા હતા. ત્યારે તેઓની કારને પૂર ઝડપે સામેથી ઘસી આવેલા કાળમુખા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી.આ દરમિયાન 3 લોકોના ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.જયારે આજે એક ભાઈનું સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં રોકકળ મચી જવા પામી છે.
જામનગર નજીક જોડિયા તાલુકા મથકને જોડતા સચાણા ગામ પાસે ગઈકાલે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી.આ અકસ્માતમાં કાળમુખો ટ્રક પુરપાટ ઝડપે આવી રહ્યો હતો એ દરમિયાન કારને જોરદાર ટક્કર મારી હતી.જેના કારણે કારનો કુરચો વળી ગયો હતો.બાદમાં આ અકસ્માતના પગલે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.જે બાદ આ અકસ્માતના પગલે 108 તથા પોલીસને જાણ કરવામાં આવી હતી.બાદમાં પોલીસે જામનગર ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ત્રણેય યુકોને મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા.જે બાદ 108ની ટીમએ ત્રણેય યુવકોના મૃતદેહને સારવાર પીએમ અર્થે લઇ ગઈ હતી.તેમજ અન્ય યુવકને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.જ્યાં આજે તે યુવકનું સારવારમાં મોત થતા તેના પરિવાર પર જાને કે આભ ફાટી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે.
જામનગર-જોડિયા હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો.રસ્તા પર લોહીના ખાબોચિયા જોવા મળ્યા હતા.આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો આગળનો ભાગનો ફૂરચો બોલી ગયો હતો. જેમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ રહી છે. ફાયરની ટીમે પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
જામનગરમાં ગોકુલનગર-સાંઢીયા પુલ પાસે કિચન હોટેલ પાછળ આવેલ મહાલક્ષ્મી બંગલોમાં રહેતા સુભાસ કાળાભાઈ લીંબડના 18 વર્ષીય મોટો પુત્ર સાહીલ સુભાષભાઇ લીબડ અને તેના પિતરાઈ ભાઈ વિશાલ દિપકભાઇ સરવૈયા ઉ.વ.35 તેમજ રોહીત ડાયાભાઇ વાઝા ઉ.19 તેમજ રાહુલ નીતીનભાઇ લીબડ ઉ.22 વાળાઓ સાથે ગઈકાલે બપોરે બાલાચડીના દરિયા કાઠે ન્હાવા ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે આ ચાર યુવાનો જે કારમાં સવાર હતા તે કાર જ્યારે સચાણા અને જાંબુડા ગામ વચ્ચેના રોડ પરથી પસાર થતી હતી તે દરમિયાન સામેથી પુર ઝડપે આવેલા ટ્રકના ચાલકે કારને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત સર્જનાર આરોપી ચાલક પોતાના કબ્જાનુ ટેલર મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃત્ક સાહિલના પિતાએ પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી છે.