પોલીસ તપાસમાં છેતરપિંડીનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગર્ભવતી મહિલાઓને છેતરવામાં સામેલ એક નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કોલ સેન્ટર એક નવા બનેલા મકાનમાંથી ચલાવવામાં આવતું હતું. પોલીસે જણાવ્યું કે આરોપીઓ ગર્ભવતી મહિલાઓને નિશાન બનાવતા હતા અને સરકારી કલ્યાણ યોજનાઓનો લાભ આપવાના નામે તેમના બેંક ખાતામાંથી પૈસાની ચોરી કરતા હતા.
ઝડપાયેલી ઠગ ટોળકીના સભ્યોએ સગર્ભા સ્ત્રીઓ ઉપરાંત, અગાઉ વીજ ગ્રાહકોને પણ નિશાન બનાવ્યા અને તેમને તેમના બીલ ભરવાની આડમાં લોકોને મૂર્ખ બનાવી લાખો રૂપિયા પડાવી લીધા હતા. પોલીસની એક ટીમે ઘરમાં દરોડો પાડીને ત્યાંથી સાત લોકોની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા ધરપકડ કરાયેલ લોકોની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલી વસ્તુઓમાં 16 મોબાઈલ ફોન, 25 સિમ કાર્ડ, ચાર એટીએમ કાર્ડ, છ પાસબુક, બે ચેકબુક, ત્રણ ક્યુઆર કોડ અને બે મોટરસાઈકલનો સમાવેશ થાય છે.