ઘણી વખત સૂતી વખતે કેટલાક જંતુઓ આપણા નાક અથવા કાનમાં પ્રવેશ કરે છે. આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. હવે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક સાપનું કણું એક મહિલા સૂતી હતી ત્યારે તેના કાનમાં ઘૂસી ગયું હતું.જે બાદ મહિલાની તબિયત બગડી હતી.જે બાદ ડોક્ટર પાસે જતા ડોક્ટર ગયા હતા.વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાના કાનમાંથી સાપના કણાને કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલાના કાનમાંથી ડૉક્ટર સપના કણાને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.જો કે આ વીડિયો ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી નથી. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ સવાલો ઉઠાવી રહ્યા છે.
ડોકટર કણાને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ બહાર આવતું નથી. ડૉક્ટર કાનમાં દવા નાખતા પણ જોવા મળે છે. વીડિયો પર અનેક સવાલો ઉઠી રહ્યા છે પરંતુ આ વીડિયો ખૂબ જ ડરામણો છે.
એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે જો કોઈ સાપ કાનમાં પ્રવેશે છે તો તેની પૂંછડી બહાર હોય, આ સ્થિતિમાં સાપનું મોં બહાર છે. બીજાએ લખ્યું કે શું સાપ કાનમાં ઘૂસી શકે છે અને ફરીને બહાર આવી શકે છે? અન્યએ લખ્યું કે આ વીડિયોમાં કંઈક ખોટું છે, સાપને કેમ દૂર કરવામાં નથી આવતો? તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.