વડોદરાની પ્રતાપ ગંજની સ્કુલના શિક્ષક મેરી એન્ટોની લંડન નજીકના ટાઉન રોયસ્ટોનના મેયર બન્યા છે. આ સિદ્ધિ મેળવનારા તેઓ પ્રથમ ભારતીય છે. તેઓ રોઝરી સ્કુલમાં 1995 થી 2007 સુધી 12 વર્ષ શિક્ષક તરીકે રહ્યા હતા. મેરી એન્ટોની મૂળ કેરળના અને વડોદરાના સુભાનપુરામાં નિવાસ કરતા હતા. તેઓ રોયસ્ટોન આવ્યા બાદ કમ્યુનિટી સર્વિસ પર્સન તરીકે ફરજ બજાવતાં હતા
કમ્યુનિટી સર્વિસને લોકો તેઓના સંપર્કમાં વધુ આવ્યા અને તેમનો મળતાવડો તેમજ સહાયતા માટે તત્પર રહેવાનો સ્વભાવ લોકોને આકર્ષતો રહ્યો. એ વ્યક્તિત્વને કારણે જ તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા ન હોવા છતાં મેયર બન્યા.
ઉલ્લેખનીય છે કે, રોયસ્ટોનની વસ્તી લગભગ 25 હજારની આસપાસ છે. જેમાં 44 ભારતીય કુટુંબ છે. જેમાં વડોદરા શહેર ઉપરાંત ભારતના વિવિધ શહેરોના લોકોનો સમાવેશ થાય છે. વડોદરાના ડો. રોબિન સાથે લગ્ન કર્યા બાદ તેઓ રોયસ્ટોનમાં સ્થાયી થયા હતા.
મેરી એન્ટોની રોયસ્ટોન ટાઉન પાર્ટી સાથે જોડાયેલા છે. આ પાર્ટીએ પહેલીવાર ચૂંટણીમાં ઝંપલાવ્યુ હતું. તેઓ અનેક સેવાકીય સંસ્થા સાથે જોડાઈને સેવા પ્રવૃતિ કરે છે. તેમના પતિ ડો. રોબીન આઈપીસીએલ સાથે જોડાયેલા હતા. તેમને રિયા અને રિવા નામના બે સંતાન છે.