જુલાઈ મહિનામાં મહત્વના 4 ગ્રહોની ચાલમાં ફેરફાર થવાનો છે. 1 જુલાઈથી ગ્રહોના સેનાપતિ મંગળ સિંહ રાશિમાં અને ત્યારબાદ 7 જુલાઈએ સુખના દેવતા શુક્ર દેવ પણ સિંહ રાશિમાં પ્રવેશશે. બીજા જ દિવસે એટલે કે 8 જુલાઈએ ગ્રહોના રાજકુમાર બુધ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. એ ઉપરાંત 17 જુલાઈએ સૂર્યનો પણ કર્ક રાશિમાં પ્રવેશ થશે. મહિનાના અંતિમ સપ્તાહમાં 23 જુલાઇએ શુક્ર સિંહ રાશિમાં વક્રી થશે. ગ્રહોના આ સંજોગોમાં સ્થિતિમાં આ એવી 3 રાશિઓ છે જેના માટે આગામી દિવસો કંઈક વિશેષ રહે એવું અનુમાન છે. જાણીએ આ કઈ કઈ રાશિઓ છે…
વૃષભ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જુલાઇમાં 4 રાશિ પરિવર્તન કેટલાક મામલામાં વૃષભ રાશિના લોકો માટે શુભ સાબિત થવાનું છે. આ સમયગાળા દરમિયાન તમને માન અને સન્માન મળશે. વેપારી વર્ગને ફાયદો થશે. અચાનક ધનલાભનો યોગ બનશે. ભૌતિક સુખ-સુવિધાઓ વધશે. લવ-લાઈફમાં સપનાઓ આસમાને પહોંચશે. અટકેલું ધન પરત સરળતાથી ફરશે. લોકોને તમે તમારી વાણીથી પ્રભાવિત કરી શકશો. મહિનાના અંત સુધીમાં નાણાકીય સ્થિતિમાં સુધારો થશે.
તુલા
તુલા રાશિના લોકો માટે આ મહિનો વિશેષ ખાસ રહેવાનો છે. તમારા જીવનમાં અનેક સકારાત્મક ફેરફારો આવશે. વિદેશ પ્રવાસની ઈચ્છા હશે તો જરૂર તક મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આ મહિને વાહન કે પ્રોપર્ટી ખરીદવાના ચાન્સ રહેશે. અટવાયેલા કામમાં ગતિ પકડશે. અટવાયેલા બિઝનેસ કોન્ટ્રાક્ટને આગળ વધારવાનો આ યોગ્ય સમય છે. અચાનક ધન લાભ થવાની પણ સંભાવના છે.
ધન રાશિ
ગ્રહોની ચાલ ધન રાશિના લોકોને પાછલી તમામ તકલીફો ભૂલાવી દે તેવા લાભ આપી શકે છે. તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે. ભરપૂર ધન લાભ થશે. તમે આ મહિને પૈસા બચાવી શકશો. સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીમાં નાણાંનું રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે. આ મહિને નોકરી કરતા લોકોને ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર અને પ્રમોશન મળી શકે છે.