એ નરાધમ છે આખું ગામ જાણે જ છે, તેનો ભોગ બનેલી એ એકમાત્ર યુવતી નથી, અગાઉ પણ તેણે કેટલી યુવતીઓ બરબાદ કરી છે એ પણ બધાને ખબર જ છે. છતાંય કામરેજના એ ગેરેજ ચલાવતાં યુવક તેના કારનામાઓથી બિન્દાસ્ત છે. આ વખતે તો તેણે હદ ગુજારી છે. દિવસભર રોજીરોટીની પળોજણમાં વ્યસ્ત રહેતા એક યુવકની જીંદગી તેણે તબાહ કરી નાખી છે. કેરળ સ્ટોરીની જેમ વિચાર કરી મુકો તેવી આ કામરેજ સ્ટોરી છે. જ્યાં એક યુવક તેની પત્ની અને બે બાળકોને પાછો મેળવવા તંત્ર પાસે દોડી રહ્યો છે પરંતુ મળી રહી છે ફક્ત નિરાશા ને નિરાશા જ. એ પોતાની વ્હાલસોયી દિકરીની ચિકિયારીઓ મનમાં રાખીને દિવસો કાઢી રહ્યો છે. માસુમ એ દિકરી તેના ડેડી પાસે રહેવા માંગે છે પરંતુ નરાધમે તેને પણ બાનમાં રાખી છે. તેણે પોલીસના દરવાજા ખટખટાવ્યા તેણે કહેવાતા આગેવાનો પાસે આજીજી કરી તેણે સત્તાધારીઓ અને સંગઠનોને ઢંઢોળી જોયા પરંતુ એ હજીયે નિસહાય છે.
કામરેજમાં રહીને એક નાનકડી મોબાઈલ રિપેર શોપ ચલાવતાં યુવકને સપનેય ખ્યાલ ન હતો કે તેની જીંદગીમાં આવું પણ ઝંઝાવાત સર્જાઈ શકે છે. તે દિવસભર મહેનત કરીને પોતાના નાનકડાં સુખી પરિવાર માટે સપનાઓ સેવતો હતો. તે પોતાના કામમાં રાતદિવસ એક કરીને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બને એ માટે જીવતો હતો. તેને ખબર પણ ન પડી કે તેની પાછળ તેની સાથે શું ખેલ થઈ રહ્યો છે. હકીકતમાં તેની ગેરહાજરીમાં એક વિધર્મીએ તેની ખુશીઓ પર એક પછી એક કાંટાઓ વાવવા માંડ્યા હતા. આ કરતૂતમાં કહેવાય છે કે યુવતીની જ કોઈ વિધર્મી બહેનપણીનો તેને સાથ હતો. વિધર્મીએ રીતસર જાણે આ કુટુંબને ખુશીઓ હણી લેવા જાળ જ બિછાવી હતી.
કામરેજનો યુવક તેની ઝંઝાવતો સામે લગભગ 6-8 મહિનાથી ઝઝૂમી રહ્યો છે. જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ સમક્ષ જે અરજીઓ કરી છે તેમાં એ યુવકે જણાવ્યા અનુસાર, સાત વર્ષ પૂર્વે તેના લગ્ન કામરેજની એક યુવતી સાથે થયા હતા. એ લગ્ન થકી તેમને સંતાનમાં એક દિકરી અને એક દિકરાનો જન્મ થયો હતો. તેમનું જીવન ખુશહાલ હતું. હવે એ ગામમાં જ ગેરેજ ચલાવતાં જુબેર નામના એક યુવક પાસે એ અવારનવાર ગાડી રિપેર કરાવતો હોવાથી મિત્રતા બંધાઈ હતી. મિત્રતામાં ગેરેજ ચલાવતાં યુવકે થોડા સમયમાં તો તેના ઘરે અવરજવર ચાલુ કરી દીધી હતી. મિત્રતાની આડમાં તેના ઈરાદાઓ નેક ન હતા. તેણે એ યુવકની પત્ની પર દાનત બગાડી. પતિ વિરૂદ્ધ ધીમેધીમે ભડકાવીને ઝેર ભરવાનું શરૂ કર્યું અને લગ્નજીવનમાં ભંગાણ પડવાનું શરૂ થયું. ત્યારબાદ ખોટી લાગણીઓથી ઉશ્કેરી ગેરેજવાળા વિધર્મીએ પેલા યુવકની પત્ની અને બે બાળકોની માતા સાથે અનૈતિક સંબંધો બાંધવા લાગ્યા હતા.
તેણે અરજીમાં ઉલ્લેખ કર્યા મુજબ, વાતાવરણ બરાબર ન લાગતાં આ યુવકને તેણે તપાસ કરી અને વાત છૂપી ન રહી. પ્રથમ તો તેણે જુબેરને સમજાવવાની કોશિષ કરી કે, કેમ અમારા લગ્નજીવનમાં ભંગાણ પડાવે છે. જુબેરને ખ્યાલ આવી ગયો કે હવે કોઈ ચારો નથી રહ્યો તો તે સીધો જ ગુંડાગીરી પર ઉતરી આવ્યો હતો અને ગાળાગાળી કરતાં કહેવા લાગ્યું કે, તારી બૈરી જેવી તો બધી બહુને મેં રાખી છે અને તારા બેરા પાસે હું દેહવેપાર પણ કરાવીશ. બાળકોનું ધર્મ પરિવર્તન પણ કરાવીશ. જો એ લોકો મારે તાબે નહી થશે તો તેમણે જીવ પણ ગુમાવવો પડશે.
પોલીસ સમક્ષ અરજીમાં તેણે જણાવ્યા મુજબ, એ સિવાય એકવખત જુબેરે તેની દુકાનમાં આવીને ગાળાગાળી કરી હતી અને તેનો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો. માર મારીને તેણે સીધો તેની પત્નીને ફોન કર્ચો હતો કે, તારા પતિને આજે માર મારીને બરાબરનો પાઠ ભણાવીને આવું છું. આ ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ હોવાનો દાવો પણ ડીએસપી સમક્ષ થયેલી અરજીમાં ફરિયાદી યુવક દ્વારા કરવામાં આવ્યો છે. આ યુવકને ન તો હજીસુધી પોલીસ તરફથી કોઈ ન્યાય મળી રહ્યો છે ન તો તે જ્યાં જ્યાં આશાઓ જન્મે એ કહેવાતા સમાજના અગ્રણીઓ અને સંગઠનોના હોદ્દેદારો તરફથી કોઈ હૈયાધરપત. જો કાલ ઊઠીને તેની પત્ની કે બાળકોનો જીવ કે ભવિષ્ય જોખમાતું કોઈ કૃત્ય થયું તો કોણ જવાબદારી લેશે અને તેના અંધારમય જીવનનું શું એવા સંખ્યાબંધ સવાલો સાથે આ યુવક કામરેજ સ્ટોરીને ન્યાય ઝંખી રહ્યો છે.