CSK vs GT IPL 2023 ફાઇનલ મેચ Preview: IPL 2023 ની ફાઇનલ મેચ આજે (રવિવારે) ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આઈપીએલની આ સિઝનની શરૂઆત પણ બંને ટીમો વચ્ચેની મેચથી થઈ હતી. આ પછી ક્વોલિફાયર-1 મેચ પણ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાઈ હતી. હવે બંને ટીમો ફરી એકવાર આમને-સામને થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે મેચ શરૂ થશે. જો ગુજરાત ટાઇટન્સ જીતશે તો આ તેની સતત બીજી ટાઇટલ જીત હશે. જો CSK જીતશે તો એમએસ ધોનીના નેતૃત્વમાં આ પાંચમી જીત હશે.

- ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 4 મેચ રમાઈ છે. જેમાંથી ગુજરાતે 3 અને ચેન્નાઈએ 1 મેચ જીતી છે.
- વેબસાઈટ Weather.com અનુસાર ચાહકો માટે સારા સમાચાર છે. રવિવારે અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી. શહેરમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. રાત્રિનું તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે સ્વર્ગ ગણાય છે. અહીં સપાટ પીચ પર બેટિંગ કરવી સરળ છે. આ મેદાન પર રનનો વરસાદ વરસતો હોય છે. અમદાવાદની પીચ એકસરખી બાઉન્સ ધરાવે છે. એ ઝડપી બોલરોને મદદ કરે છે. IPL 2023માં પ્રથમ બેટિંગ કરનારી ટીમોનો સરેરાશ સ્કોર 187 છે. આજની મેચમાં ટોસ મહત્વની ભૂમિકા ભજવશે.
- IPL 2023ની વિજેતા ટીમને 20 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
- ફાઈનલ મેચ હારનાર ટીમને ઈનામી રકમ તરીકે 13 કરોડ રૂપિયા આપવામાં આવશે.
- IPLમાં ત્રીજા સ્થાને રહેલી ટીમ (મુંબઈ ઈન્ડિયન્સ)ને 7 કરોડ રૂપિયા મળશે.
- સૌથી વધુ રન કરનારને 15 લાખ રૂપિયાની ઈનામી રકમ સાથે ઓરેન્જ કેપ મળશે.
- સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ સાથે 15 લાખ રૂપિયા મળશે.
- આઈપીએલમાં સુપર સ્ટ્રાઈકર જીતનાર બેટ્સમેનને 15 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
ગુજરાતે ચેન્નાઈના આ ખેલાડીઓથી સાચવવું પડશે

ડેવોન કોનવે
ન્યૂઝીલેન્ડના વિકેટકીપર-બેટ્સમેન ડેવોન કોનવે ટીમને મજબૂત શરૂઆત અપાવવામાં નિષ્ણાત છે. વર્તમાન IPL સિઝનમાં કોનવેએ 6 અડધી સદીની મદદથી 625 રન બનાવ્યા છે.

રૂતુરાજ ગાયકવાડ
કોનવે અને રૂતુરાજ ગાયકવાડની જોડી બોલરો માટે મુશ્કેલીનું કારણ બની છે. રૂતુરાજે 564 રન બનાવ્યા છે.

રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજાએ આ સિઝનમાં 19 વિકેટ લઈને 175 રન બનાવ્યા છે. જ્યારે પણ ટીમ મુશ્કેલીમાં હોય છે ત્યારે જાડેજા ટીમ માટે ઉપયોગી સાબિત થાય છે.

મતિષા પથિરાના
શ્રીલંકાના આ બોલર ડેથ ઓવર્સમાં ઘાતક સાબિત થાય છે. પથિરાનાએ આ સિઝનમાં 17 વિકેટ લીધી છે.
ગુજરાતનો આ બોલરો પર દારોમદાર

રશીદ ખાન
પર્પલ કેપની રેસમાં બીજા ક્રમે રહેલા રાશિદ ખાને 27 વિકેટ લીધી છે. આ સિવાય તે બેટથી રન પણ બનાવી રહ્યો છે.

મોહિત શર્મા
ટીમે ડેથ ઓવરોમાં મોહિત શર્માનો સારો ઉપયોગ કર્યો છે. મોહિતે અત્યાર સુધી 24 વિકેટ ઝડપી છે.

મોહમ્મદ શમી
મોહમ્મદ શમી 28 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે. CSKના બેટ્સમેનોએ તેનાથી બચવું પડશે.