અમદાવાદથી દિલ્હી આવી રહેલી આકાસા એરલાઈન્સની ફ્લાઈટ ગુરુવારે (27 ઓક્ટોબર) અકસ્માતમાં બચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે Akasa B-737-8(Max) aircraft VT-YAF operating flight QP-1333 (Ahmedabad-Delhi) સાથે પક્ષી અથડાયું હતું, ત્યારબાદ તેને ઉતાવળમાં દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. આ પછી એરક્રાફ્ટની તપાસ કરવામાં આવી, જેમાં કોઈ નુકસાનની માહિતી મળી નથી.
કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેન અમદાવાદથી દિલ્હી આવી રહ્યું હતું. લેન્ડિંગ સમયે જ્યારે પ્લેન 1900 ફૂટની ઉંચાઈ પર હતું, તે દરમિયાન એક પક્ષી ફ્લાઈટ સાથે અથડાયું હતું. આમ છતાં પાયલોટે વિમાન પર નિયંત્રણ જાળવી રાખ્યું અને સુરક્ષિત રીતે લેન્ડ કર્યું. ડીજીસીએએ જણાવ્યું કે લેન્ડિંગ બાદ પ્લેનની તપાસ કરવામાં આવી હતી. વિમાનને કોઈ નુકસાન થયું નથી.