ફિલ્મી લાગે તેવી વાતનો ગભરાટભર્યો અનુભવ હકીકતમાં એર એશિયાના પેસેન્જર્સને થયો છે. મલેશિયાની એર એશિયા એરલાઇન્સનાં પેસેન્જર પ્લેનમાં એક સાપ જોવા મળ્યો હતો. એરક્રાફટને સમયસૂચકતા વાપરીને ઇમરજન્સી લેન્ડિંગ કરાવી અન્ય એરક્રાફ્ટથી રવાના કરાયા હતા.
જ્યારે પ્લેન ઉંચાઈ પર હતું ત્યારે મુસાફરો અને ક્રુ મેમ્બરોએ લગેજ ઉપરની કેબિનની લાઇટ પાસે એક મોટા સાપને જોયો. સાપને જોતા જ મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. ત્યારપછી પાયલોટે યોગ્ય પગલા લઇને વિમાનને ડાયવર્ટ કર્યું અને કુચિંગ શહેરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
read more: અંડરવર્લ્ડ વિરુદ્ધ મુંબઈમાં EDની મોટી કાર્યવાહી, દાઉદ ઈબ્રાહિમની બહેનના ઘરે પણ દરોડા
એર એશિયાએ છેલ્લા અઠવાડિયામાં બનેલી ઘટનાને extremely rare ગણાવી છે. વિમાન મલેશિયાની રાજધાની કુઆલાલંપુરથી બોર્નિયો ટાપુના પૂર્વ કિનારે તવાઉ જઇ રહ્યું હતું. સાપ મળ્યા બાદ આ એરક્રાફ્ટના મુસાફરોને અન્ય એરક્રાફ્થી રવાના કરવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા યુઝર્સે પ્લેનમાં સાપ હોવાની ઘટના અંગે ભારે મજાક ઉડાવી હતી. કોમેન્ટમાં એક યુઝર્સે તો એવું કહી નાખ્યું કે, અત્યાર સુધી આવું માત્ર ફિલ્મોમાં જોવા મળ્યું છે.