આવકવેરા વિભાગે અમદાવાદના બોપલ રોડ પર સ્થિત ચિરીપાલ ગ્રૂપ (ટેક્ષટાઈલ અને એજ્યુકેશન બિઝનેસ)ની હેડ ઓફિસ પર દરોડા પાડ્યા છે.
આવકવેરા વિભાગે સંસ્થાપક અને અધ્યક્ષ વેદપ્રકાશ ચિરીપાલ, ડિરેક્ટર વિશાલ ચિરીપાલ અને રૌનક ચિરીપાલ અને એમડી જ્યોતિપ્રસાદ ચિરીપાલ સાથે સંબંધિત 35-40 અન્ય સ્થળો પર પણ દરોડા પાડ્યા છે. અમદાવાદ અને સુરતમાં ચિરિપાલ ગ્રુપની ઓફિસ પર મંગળવારની રાતથી દરોડા પાડવામાં આવ્યા છે. આ સાથે જ નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ આઈટીની તપાસ શરૂ થઈ છે.
આવકવેરા વિભાગ બોપલ રોડ પર ચિરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ ઉપરાંત શિવરંજની પાસે આવેલા ચિરીપાલ હાઉસ પર પણ ત્રાટક્યું છે. આવકવેરાની કાર્યવાહીને પગલે ઉદ્યોગજગતમાં ખળભળાટ મચી ગયો છે. મધરાતે શરૂ થયેલી કાર્યવાહીમાં 150 જેટલા અધિકારીઓ જોડાયા છે.