રાજ્યમાં IAS અને IPSની બદલી કરવામાં આવી છે. 18 સિનિયર આઈએએસની બદલી કરવામાં આવી છે, જ્યારે 8 આઈપીએસને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જેમાં સુનૈના તોમર, અંજુ શર્મા, પંકજ જોશી, મનોજ કુમાર દાસ સહિતના અધિકારીઓના નામ સામલે છે. અધિક મુખ્ય સચિવ સુનયના તોમરને શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલમાં મુકાયા છે. મહત્વની વાત એ છે કે જયંતી રવિને ગુજરાતમાં પરત લાવવામાં આવ્યા છે. જ્યંતિ રવિ કોરોનાકાળ દરમ્યાન ખુબજ જાણીતા બન્યા હતા..તેઓ દરરોજ કોરોનાના કેસો સાથે જોડાયેલી વિગતો જનતાને અપડેટ કરાવતા હતા.
કોને ક્યાં મૂકવામાં આવ્યા
વિનોદ રાવને શિક્ષણ વિભાગમાંથી હટાવી શ્રમ રોજગારમાં મુકાયા
ACS સુનૈના તોમરને ઉચ્ચ અને ટેક્નિકલ વિભાગમાં મુકાયા
ACS પંકજ જોશીને બંદર અને વાહન વ્યવહાર વિભાગનો વધારાનો હવાલો
એમ.કે.દાસને CMOના ACS બનાવાયા
એમ.કે.દાસ પાસે ગૃહ વિભાગનો વધારાનો હવાલો
જયંતિ રવિ દિલ્લી ડેપ્યુટેશન પરથી પરત
જયંતિ રવિને મહેસૂલ વિભાગમાં ACS બનાવાયા
ACS અંજુ શર્માની કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારમાં બદલી
ACS એસ.જે.હૈદરની ઉર્જા અને પેટ્રોકેમિકલ્સમાં બદલી
ACS જે.પી.ગુપ્તાની આદિજાતિ વિકાસ વિભાગમાં બદલી
ટી.નટરાજન પણ દિલ્લી ડેપ્યુટેશન પરથી પરત
ટી.નટરાજનને નાણા વિભાગના અગ્ર સચિવ બનાવાયા
મમતા વર્માને ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અગ્રસચિવ બનાવાયા
મુકેશ કુમારને પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવ બનાવાયા
રાજીવ ટોપનોને ચીફ કમિશ્નર સેલ્સ ટેક્સ બનાવાયા
ડો.એસ.મુરલી ક્રિષ્ણને રાજ્ય ચૂંટણી આયોગના OSD બનાવાયા
અનુપમ આનંદ રાજ્યના નવા વાહન વ્યવહાર કમિશ્નર
રાજેશ માંજુને રેવન્યૂ ઈન્સ્પેક્શન કમિશ્નર બનાવાયા
રાકેશ શંકરને મહિલા અને બાળ વિકાસના કમિશ્નર બનાવાયા
કે.કે.નિરાલાને નાણા વિભાગના સચિવ બનાવાયા
એ.એમ.શર્માને રાજ્યપાલના અગ્ર સચિવ બનાવાયા
રાજ્યમાં આઠ IPSને પણ અપાયા પોસ્ટિંગ
ગૃહ મંત્રાલય દ્વારા 8 IPS અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી છે. રાજકોટના પુર્વ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને પોસ્ટીંગ અપાયું છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજૂ ભાર્ગવને પોસ્ટ માટે વેઈટીંગમાં મુકાયા હતા. રાજૂ ભાર્ગવને આર્મ્ડ ફોર્સના ડીજી તરીકે નિયુક્ત કારાયા છે.
રાજુ ભાગર્વ આર્મ્સ યુનિટના ADGP
વિકાસ સુંદા પોસ્ટિંગની રાહમાં
બિશાખા જૈન SRPF ગ્રુપ-4ના કમાન્ડન્ટ
રાઘવ જૈનને રાજકોટ મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બનાવાયા
IPS જીતેંદ્ર અગ્રવાલને સુપ્રીટેન્ડેન્ટ પોલીસ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ એકમાં મુકાયા
નીધી ઠાકુરને વડોદરા મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બનાવાયા
IPS કોરુકોન્ડા સિદ્ધાર્થને રાજ્યપાલના ADC બનાવાયા