ઉત્તરાખંડમાં હવામાન વિભાગે પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે યાત્રાળુંઓને સાવધાની વર્તવાની પણ સલાહ આપવામાં આવી છે.
હવામાન કેન્દ્રના નિર્દેશક બિક્રમ સિંહે કહ્યું કે આગામી 24 કલાકમાં ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
21મી મેના રોજ ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર, પિથોરાગઢ અને મેદાની વિસ્તારોમાં 50 થી 60 કીમીની ઝડપે પવન ફૂંકાવા ઉપરાંત વરસાદી ઝાપટા સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જોરદાર પવનો કિલોમીટરની ઝડપે પણ આગળ વધી શકે છે. 22 અને 23 મેના રોજ વરસાદ અને કરાનું ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.