મહાશિવરાત્રીના તહેવારની સાથે સાથે દર મહિને ઉજવાતી માસિક શિવરાત્રીનું પણ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે. જે લોકોના લગ્નમાં અવરોધો આવી રહ્યા છે અથવા જેમના લગ્ન વારંવાર તૂટી રહ્યા છે. આવા લોકોએ માસિક શિવરાત્રી વ્રત અવશ્ય રાખવું.
શિવપુરાણમાં ભગવાન ભોલેનાથનો મહિમા અને શિવની પૂજાનો વિગતવાર ઉલ્લેખ છે. શિવપુરાણ અનુસાર, ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ થયા હતા. આ જ કારણ છે કે દર મહિને આ દિવસે માસીક શિવરાત્રી ઉજવવામાં આવે છે.
આ વખતે માસિક શિવરાત્રિ પર સુકર્મ યોગ સાથે બે અદ્ભુત સંયોગો સર્જાઈ રહ્યા છે. પંચાંગ અનુસાર, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 11 ડિસેમ્બરે સવારે 07.10 વાગ્યે શરૂ થશે અને 12 ડિસેમ્બરના રોજ સવારે 06.24 વાગ્યે સમાપ્ત થશે. આ સમય દરમિયાન સુકર્મ યોગ સાંજના 08.59 સુધી છે. આ સમય દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે. જ્યારે સર્વાર્થ સિદ્ધિ યોગ બપોરે 12.14 કલાકે શરૂ થશે, જે બીજા દિવસે સવારે 07.14 સુધી ચાલુ રહેશે.