કર્ણાટકની બસવરાજ બોમાઈ સરકાર પહેલાથી જ વિરોધ પક્ષોના નિશાના પર છે. આ વખતે બોમાઈ સરકારમાં મંત્રી વી. સોમન્નાના કારનામાઓએ સરકારને અસ્વસ્થ બનાવી દીધી છે.
મળતી માહિતી મુજબ, પોતાની સમસ્યા લઈને પહોંચેલી મહિલાને મંત્રીએ થપ્પડ મારી હતી. TV9 કન્નડમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ ઘટના શનિવારે મોડી સાંજે કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ગુંડલુપેટ તાલુકામાં બની હતી. મળતી માહિતી મુજબ, એક મહિલા મંત્રી જમીનની માલિકી માટે પોતાની ફરિયાદ લઈને વી સોમન્ના પાસે પહોંચી હતી. દરમિયાન કોઈ વાતને લઈને મંત્રીનો મૂડ બગડી ગયો અને તેમણે મહિલાને થપ્પડ જડી દીધી.
ઘટના બાદ ઘટનાસ્થળે હાજર લોકો થોડીવાર માટે બેચેની બની ગયા હતા. મહિલાએ છતાંપણ આજીજી કરી, તે પોતાની સમસ્યાના ઉકેલ માટે મંત્રીને કાલાવાલા કરતી રહી. બીજી તરફ મંત્રીનો ચહેરો ગુસ્સાથી લાલઘુમ થઈ ગયો. જોકે, થપ્પડ મારવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.