જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાની એક શાળામાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. નવરાત્રિ નિમિત્તે તિલક કરીને શાળાએ પહોંચતા શિક્ષકે વિદ્યાર્થિનીને બેરહેમીથી માર માર્યો છે. વિદ્યાર્થિનીના માથા, કપાળ અને શરીર પર ગંભીર ઈજાના નિશાન છે. આરોપી શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
જમ્મુ અને કાશ્મીરના રાજૌરીની રહેવાસી છોકરીના પરિવારે આરોપ લગાવ્યો છે કે ચાલુ નવરાત્રિ દરમિયાન કપાળ પર તિલક લગાવીને જ્યારે તે સ્કૂલ પહોંચી ત્યારે શિક્ષક નિસાર અહેમદે તેની સગીર દીકરીને નિર્દયતાથી માર માર્યો હતો. આરોપોની નોંધ લેતા, એડિશનલ ડેપ્યુટી કમિશનર, રાજૌરીએ શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો છે. આ સાથે ઘટનાની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.
છોકરીના પિતાએ મીડિયાને કહ્યું કે આવી ઘટનાઓ ખરાબ દાખલો બેસાડશે કારણ કે સામાન્ય લોકો ધર્મ માટે લડશે જે સમાજ માટે ખરાબ હશે. તેમણે કહ્યું, “હું કહેવા માંગુ છું કે જો ધર્મના નામે આ પ્રકારની વાતો ચાલુ રહેશે તો આપણે બધા એકબીજાના માથા ફોડી નાખીશું.”