અમેરિકામાં વધુ એક બાળક ગન કલ્ચરનું શિકાર બન્યું છે. એક ત્રણ વર્ષની બાળકી, જેને બંદૂક શું છે તે ખબર ન હતી, તે તેની સાથે રમી રહી હતી અને રમત રમતમાં તેણે ટ્રિગર દબાવી દીધું. આ ઘટનામાં દોઢ વર્ષની બાળકીએ જીવ ગુમાવી દીધો છે.
આ ઘટના અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની છે. ઘટનાની વિગતો જોઈએ તો. સેન ડિએગો કાઉન્ટીના ફોલ બ્રૂકમાં ત્રણ વર્ષની છોકરી તેની દોઢ વર્ષની બહેન સાથે રમી રહી હતી. રમત રમતમાં તેણે ઘરમાં પડેલી બંદૂક ઊઠાવી લીધી અને ટ્રિગર દબાવ્યું. સામે બેઠેલી બાળકીના માથામાં ગોળી વાગી ગઈ.
માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લોહીથી લથબથ બાળકને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગઈ. જો કે, ડોકટરોએ પુષ્ટિ કરી કે બાળકીનું મૃત્યુ એ પહેલા જ થઈ ગયું છે.