કેનેડામાં રહેતા એક ગુજરાતી વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો છે, જેનાથી લોકોમાં આક્રોશ ફેલાયો છે. આ વીડિયો જોયા બાદ લોકો તે વ્યક્તિની કડક શબ્દોમાં નિંદા કરી રહ્યા છે. તો અમુક લોકો ભારોભાર વખાણ કરી રહ્યા છે, કારણ કે આ વીડિયોમાં લોકોને મોલમાંથી વસ્તુ ખરીદતી વખતે પૈસા કેવી રીતે બચાવવા તે શીખવવામાં આવી રહ્યું છે.
વીડિયોમાં શું કહેવામાં આવી રહ્યું છે?
HTના રિપોર્ટ અનુસાર, Nisu P નામના વ્યક્તિએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. જો કે તેમનું એકાઉન્ટ હવે Instagram પર ઉપલબ્ધ નથી, વિડિઓમાં, તે સ્ટોર પર સફરજન પર પ્રાઇસ ટેગ સ્ટીકર બદલતા જોઈ શકાય છે. વ્યક્તિએ ગુજરાતીમાં વાત કરીને સમજાવ્યું કે લોકો કેવી રીતે સિસ્ટમને છેતરે છે.
મયુર નામના એક એક્સ યુઝરે કહ્યું કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ ગુજરાતી ભાષામાં વાત કરી રહ્યો છે, પરંતુ તે વ્યક્તિ જે બોલી રહ્યો છે તે તેના જ શબ્દોમાં વ્યક્ત થઈ રહ્યો છે. મયૂરના કહેવા પ્રમાણે, ભારતીય માણસ કહી રહ્યો છે કે હું પૈસા બચાવવા માટે શીખવાડું છું. તે 2.49 છે. તે 3.49 છે. ચિંતા કરશો નહીં, તમારે ફક્ત આ સ્ટીકર લેવાનું છે અને તેને અહીં મુકવાનું છે. પછી આ સફરજન 2.49માં ખરીદવું પડશે.
વાયરલ વીડિયો પર યુઝર્સની કોમેન્ટ
રિપોર્ટ અનુસાર, વાયરલ વીડિયોને એક X યુઝરે કેપ્શન સાથે શેર કર્યો હતો. તેણે લખ્યું છે કે કેનેડા આવેલા આ વ્યક્તિએ તેના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ માટે એક વીડિયો રેકોર્ડ કર્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કેનેડિયન ગ્રોસરી સ્ટોર સાથે છેતરપિંડી કરવી. એક યુઝરે લખ્યું કે આ માત્ર એક છેતરપિંડી નથી, આ ખરેખર ગુનો છે.