ડિસેમ્બર મહિનાનું બીજું સપ્તાહ ખાસ રહેશે કેમ કે સૂર્ય પોતાની રાશિ બદલતા ધનારક એટલે કે કમુરતાં શરૂ થશે. બીજીતરફ બુધ ગ્રહ વક્રી થઈ રહ્યો છે. બંને પરિવર્તન ધન રાશિમાં જ થઈ રહ્યા છે. બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે. વિશેષમાં શનિ અને ગુરુની દ્રષ્ટિથી શશા, માલવ્ય રાજયોગ તો સર્જાયેલો જ છે.. આ સંજોગોને આધિન ધ્યાનગુરુ જ્યોતિષના ચંદ્ર રાશિ આધારિત વિશ્લેષણ અનુસાર આ સપ્તાહ ઘણી રાશિના લોકોને પદ, પ્રતિષ્ઠા અને સન્માનની સાથે અચાનક આર્થિક લાભ પણ આપી શકે છે.
મેષ – મેષ રાશિના જાતકોને આ સપ્તાહે ધન, ઐશ્વર્ય, કીર્તિ અને સફળતાના યોગ છે. આત્મવિશ્લાસથી તમે ભરપુર રહેશો કેમ કે, ચારે બાજુથી ખુશીના સમાચાર મળશે. બુધવાર અને ગુરુવારે જોકે, થોડું ધ્યાન રાખવું પડશે. કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારું ભાગ્ય તમને સાથ ન આપે તેવું લાગશે. આ બે દિવસોમાં મુસાફરી ટાળવી, કોઈની સાથે વિવાદ સર્જાઈ શકે છે. તમારા ખર્ચ પર નિયંત્રણ નહીં રાખશો તો આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ શકે છે. તમારી કીમતી ચીજવસ્તુઓનું જાહેરમાં પ્રદર્શન કરવાનો મોહ ન રાખશો અન્યથા ચોરી કે ખોટ થવાનો ભય છે. શુક્રવાર અને શનિવારે સમય તમારા પક્ષમાં રહેશે. તમારી આવક પણ વધશે અને કામ વેગ પકડશે..
વૃષભ- વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહમાં જીવનની દરેક વસ્તુ સરળતાથી ચાલશે. જોકે, તમારા વિરોધીઓ સક્રિય રહેશે. તમારે તેનાથી દૂર રહો એ જ આ સપ્તાહે હીતમાં રહેશે. એ રીતે તમે તેમને નિયંત્રિત કરી શકશો. નાણાકીય દૃષ્ટિએ બુધવાર અને ગુરુવાર તમારા માટે ઘણા શુભ રહેશે. તમને સારા સમાચાર સાથે સફળતા મળવાના યોગ છે. તમારા અટકેલા કામ ગતિ પકડશે. તમને નવી તકો પણ મળશે. શુક્રવારે જોકે, થોડો આર્થિક ફટકો પડી શકે છે. વગર વિચાર્યે કોઈને પૈસા ન આપવાથી દૂર રહેવું. કામમાં અડચણો પણ આવી શકે છે. વાહન વાપરવામાં સાવચેતી રાખવી. અજાણ્યાઓ પર વિશ્વાસ ન કરો. શનિવારે તમારા પરિવારમાં ઉજવણી થઈ શકે છે.
મિથુન– આ સપ્તાહે મિથુન રાશિના જાતકો માટે ધનલાભની શક્યતા છે. સુખદ સમાચારો પર પ્રાપ્ત થશે. તમે તમારી અંદર સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો. બુધવાર અને ગુરુવારે દરેક કાર્યમાં તમને સફળતા મળશે. આ અઠવાડિયે જોકે તમારામાં ગુસ્સાનું પ્રમાણ રહે. આ ગુસ્સો વિરોધીઓ સાથે વિવાદનું કારણ પણ બની શકે છે. ગુસ્સા પર કાબુ રાખવો અન્યથા નુકશાન થઈ શકે છે. આ અઠવાડિયે મન કોઈને કોઈ બાબતે ઉદાસ રહેશે. શુક્રવાર અને શનિવાર તમારા કાર્ય સફળતા મોટી સફળતા લાવી શકે છે. આ બંને દિવસ તમારી આવકમાં વૃદ્ધિ દેખાશે. કામ પણ વેગ પકડતાં હોય એવું લાગશે. વિકેન્ડમાં પ્રિયજનો સાથે નાના પ્રવાસે ફરવા જવાની તક મળે.
કર્ક- કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહની શરૂઆત સારી રહેશે. આવક કરતા તમારા પાસે કામ વધારે રહેશે. તમે વધારે પડતાં શ્રમથી દુઃખી રહેશો. મંગળવાર અને બુધવારે સાનુકુળતા સાથે તમને ચોતરફી સફળતા મળશે. તમારા લાંબા સમયથી અટકેલા કામ આ અઠવાડિયે પૂર્ણ થશે. તમે નવું વાહન, કપડાં, ઘરેણાં વગેરે ખરીદી શકો છો. તેનાથી તમારા મનમાં ખુશી અને આનંદ આવશે. જો તમારો કોઈની સાથે વિવાદ ચાલી રહ્યો હોય તો તે પણ હવે સમાપ્ત થઈ જશે. મિત્રો અને સંબંધીઓ તરફથી તમને સહયોગ મળશે. શુક્રવાર અને શનિવાર ઉદાસીભર્યા દિવસો રહેશે. તમને કોઈ કામ કરવાનું મન નહિ થાય. શક્ય છે કોઈ અણગમતાં સ્થળ પર ઈચ્છા વગર જવું પડશે.
સિંહ- આ સપ્તાહ સિંહ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો કરશે. ભાઈઓ તરફથી સહયોગ મળશે. ભાગ્ય સાથ આપતું જણાય. આ અઠવાડિયું આર્થિક દૃષ્ટિકોણથી પણ સારું રહેશે. મંગળવાર અને બુધવારે આવકમાં અડચણ આવી શકે છે. કોઈક આર્થિક નુકસાન પણ થઈ શકે છે. આ સપ્તાહનો મધ્યાહ્ન તમારી ચિંતાઓ વધારશે. નકારાત્મક વિચારો તમારા પર હાવી થઈ શકે છે. ગુરુવારથી તેમાં સુધારો આવવા લાગશે, તમારા લાભમાં વધારો થશે તમારી સમસ્યા ઉકેલાતી લાગશે. શુક્રવાર અને શનિવારે સંતાન તરફથી તમને ખુશી મળશે. તમારી આવકમાં પણ સુધારો થશે. તમે ક્યાંક પ્રવાસ પર જઈ શકો છો, સૌથી સારી વાત કે આ અઠવાડિયે વિરોધીઓ શાંત રહેશે.
કન્યા રાશિ- કન્યા રાશિને સ્થાયી સંપત્તિથી લાભ મળી શકે છે. તમારી યાત્રા સુખદ રહેશે. કોર્ટ કેસ ચાલતો હોય તો તેમાં વિજય મળશે. સપ્તાહની શરૂઆતમાં તમારી આવક સામાન્ય રહેશે. તમારો આત્મવિશ્વાસ અને સાહસ બુધવાર અને ગુરુવારે શ્રેષ્ઠ રહેશે. તમે ઓફિસમાં તમારા સમકક્ષો કરતાં વધુ સારી સ્થિતિમાં હશો. સપ્તાહ જેમ જેમ આગળ વધે તેમ તેમ તમારી આવકમાં વધારો થશે અને તમને આર્થિક લાભ થઈ શકે છે. શુક્રવાર અને શનિવારે તમારી સ્થિતિ વધુ સારી રહેશે. સંજોગોમાં સુધારો શક્ય છે, તેમ છતાં તમે તમારી ક્ષમતા મુજબ કામ કરી શકશો નહીં અને તેનાથી તમારું મન પરેશાન રહેશે. આ અઠવાડિયે તમને તમારા માતા-પિતાનો સહયોગ મળશે.
તુલા- આ સપ્તાહે તમારો સમય અનુકૂળ રહેશે. જમીન સંબંધિત બાબતોમાં સફળતા મળી શકે છે. આ અઠવાડિયે તમારી આવકમાં નોંધપાત્ર સુધારો થશે. તમારા લાંબા સમયથી અટકેલા કામ આ અઠવાડિયે પૂર્ણ થઈ શકે છે. કાર્યસ્થળ પર તમને કોઈ માનસિક પરેશાન થઈ જાઓ એવા સમાચાર મળી શકે છે. ગુરુવાર અને શુક્રવાર થોડી ચિંતાજનક રહી શકે છે. જો તમને આ બે દિવસ દરમિયાન ક્યાંકથી પૈસા મળે છે, તો તમને મળેલા પૈસા પણ અટકી શકે છે. આ બે દિવસોમાં યોજનાઓ ન બનાવો, તે નિષ્ફળ થઈ શકે છે. શનિવાર સારો રહેવાની શક્યતા છે. આ અઠવાડિયે તમે તમારા પરિવારને લઈને ચિંતિત રહેશો. ઘરમાં ઝેરી જંતુઓ પ્રવેશી શકે છે એ બાબતે થોડા સાવધ રહેવું.
વૃશ્ચિક- આ સપ્તાહ વૃશ્ચિક રાશિના જાતકો માટે મિશ્ર પરિણામ લાવશે. તમારા કાર્યમાં અવરોધો આવશે, પરંતુ તેનો યોજના અને બુદ્ધિપૂર્વક સામનો કરશો તો તમને સફળતા પણ મળશે. મંગળવારથી ગુરુવાર સુધીનો સમય તમારા માટે શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે. આ સપ્તાહ ઘર, પરિવાર અને ઓફિસમાં તમારું વર્ચસ્વ વધશે. રાજકીય ક્ષેત્રે યોજનાઓ બનાવશો તો તેમાં સફળતા મળશે. સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે. તમારી આવક વધશે અને તમે આનંદીત રહેશો. તમને કાર્યમાં સફળતા મળશે. શુક્રવાર અને શનિવારે આકસ્મિક ધનલાભના યોગ પણ છે. ભૂતકાળમાં કરેલા રોકાણથી લાભ પણ મળશે. સમગ્ર સપ્તાહ દરમિયાન ભાગ્ય તમને સાથ આપતું જણાશે.
ધન રાશિ- ધન રાશિના જાતકો માટે સપ્તાહની શરૂઆત ખૂબ જ ધીમી રહેશે. પરંતુ નાણાકીય દૃષ્ટિએ આખું સપ્તાહ સારું રહેશે. સોમવાર અને મંગળવાર ખૂબ જ સારા દિવસો રહેશે. તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે અને તમારા અટકેલા કામ પણ પૂરા થશે. આ અઠવાડિયે તમારો ખર્ચ વધુ રહેશે અને સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. તમારા મનને શાંત રાખો. તમને પરેશાન કરનારા સમાચાર પણ મળી શકે છે, પરંતુ ચિંતા કરશો નહીં કારણ કે અંત સુખદ રહેશે. જો તમારે તમારા ઘરમાં કોઈ રિપેરિંગ વગેરેનું કામ કરવું હોય તો તમને વધુ ખર્ચ થશે. તમે નવું મકાન વગેરે ખરીદવા વિશે વિચારી શકો છો. વિવાદોથી છૂટકારો મળશે અને તબિયતમાં પણ સુધારો થશે.
મકર- આ સપ્તાહ મકર રાશિ માટે આર્થિક પ્રગતિની તકો ઉભી કરશે. તમને નવી સફળતાઓ મળશે અને સુખદ અને આશ્ચર્યજનક પરિણામો મળશે. આ અઠવાડિયે તમે જે પણ નિર્ણય લેશો તે સચોટ હશે. આ અઠવાડિયે તમારા જીવનમાં કોઈ પ્રકારની સમસ્યા આવવાની સંભાવના નથી. તમને ઘરની અંદર અને બહાર દરેક જગ્યાએ સફળતા મળશે. બુધવાર અને ગુરુવારે આવકમાં વધારો થશે, તેનાથી તમારું મન પ્રસન્ન રહેશે અને તમને તમારા સંતાનો તરફથી પણ ખુશી મળશે. શુક્રવાર અને શનિવાર પરેશાનીભર્યો સમય બની શકે છે. તમારા કામમાં અડચણો આવશે અને તમારા વિરોધીઓ પણ સક્રિય થશે. બિનજરૂરી ખર્ચાઓ પણ થઈ શકે છે. તમારા ખર્ચને મર્યાદિત રાખવા.
કુંભ- આ અઠવાડિયે કુંભ રાશિના જાતકો તેમની કાર્યશૈલી અને સારા કાર્યોથી લોકોને આકર્ષિત કરશે. ઉત્સાહ ટકાવી રાખશો તો નવા કાર્યો મળવાના ચાન્સ રહેશે. બુધવાર અને ગુરુવાર ખૂબ જ સારો રહેશે અને તમારા પક્ષમાં સંજોગો રહેશે. તમને સફળતા મળતી રહેશે અને જે લોકો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છે તેમને આ અઠવાડિયે તેમાંથી બહાર આવવાની નવીન તક મળશે. ગુસ્સો અને હતાશાને દૂર કરવા તમારા પરિવારજનો અને વડીલો મદદરૂપ થશે અને તમને ચારે બાજુથી સહયોગ મળશે. શુક્રવાર અને શનિવારે તમને સારા સમાચાર મળશે. તમે મિત્રોને મળશો અને તમારા અટકેલા કામ પણ પૂરા થશે. યોજનાઓ સફળ થશે અને લાભની તકો વધશે.
મીન- ગ્રહો સૂચવે છે કે આ અઠવાડિયે મીન રાશિના જાતકો માટે આવક ઓછી અને ખર્ચાઓ વધુ રહેશે. દરેક કામમાં અડચણો આવશે અને આર્થિક સમસ્યાઓ પણ આવશે. શક્ય છે કે બિનજરૂરી સમસ્યાઓ પણ ઊભી થાય. જોકે એકંદરે મંગળવારનો દિવસ સારો છે અને તમને સફળતા અપાવનાર છે. જે લોકો સરકારી નોકરી કરવા ઈચ્છે છે તેમને સફળતા મળશે. નાણાકીય આધાર મજબૂત રહેશે અને કાર્યસ્થળ પર પ્રભુત્વ વધશે અને તમારું પ્રદર્શન તમારા સાથીદારો કરતા સારું રહેશે. શુક્રવાર અને શનિવારે વધુ કામ રહી શકે છે. સપ્તાહના અંતિમ દિવસોમાં તમને કાર્યક્ષેત્રે પિતાનો સહયોગ મળશે અને કૌટુંબિક ખુશી મળશે.