ઉત્તરાખંડમાં હવામાન ફરી એકવાર તેની દિશા બદલી શકે છે. હવામાન વિભાગે રાજ્યના પહાડી જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની સંભાવનાને જોતા હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢના ઊંચા સ્થળોએ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.. વીજળી અને કરા પડવાની અને પવનના સુસવાટાની શક્યતા છે. પવનની ઝડપ 30 થી 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દેશના ખૂણે ખૂણેથી અહીં પહોંચેલા યાત્રાળુંઓને સાવચેત રહેવા વિશેષ તાકીદ કરવામાં આવી છે.