દેશમાં કોવિડ-19ના કેસોમાં રોજબરોજના વધારા વચ્ચે, આરોગ્ય નિષ્ણાતોએ લોકોને માસ્ક પહેરવા અને કોવિડ-અનુરુપ ગાઈડલાઇનને અનુસરવાની સલાહ આપી છે. તેઓનું માનવું છે કે, ભીડવાળી જગ્યાએ માસ્ક ફરજિયાત બનાવવું જોઈએ. “COVID-19 કેસોમાં વધારા વચ્ચે, લોકો માસ્ક પહેરવાનું શરૂ કરે તે સર્વોચ્ચ મહત્વ છે. કોઈપણ ભીડવાળી જગ્યાએ જતી વખતે માસ્ક પહેરવું જોઈએ. હોસ્પિટલો વગેરેમાં ડબલ-લેયર માસ્કનો ઉપયોગ કરો, કારણ કે તે ચેપને રોકવામાં ખૂબ અસરકારક છે.
આરોગ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે, “કોરોના કેસ વધી રહ્યા છે, ગળામાં દુખાવો, ઉધરસ, શરદી અને તાવના લક્ષણોવાળા દર્દીઓ અમારી પાસે આવી રહ્યા છે.” “અમે આવા લક્ષણો ધરાવતા દર્દીઓને સાત દિવસ સુધી સખત હોમ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપીએ છીએ,” તેમણે ઉમેર્યું કે દર્દીઓની સ્થિતિ ચિંતાજનક નથી. “ખૂબ ઓછા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. અમુક ગંભીર બીમારીથી પીડિત દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. કેન્સર અથવા અન્ય ગંભીર રોગોથી પીડિત દર્દીઓને આ પ્રકારનું જોખમ વધારે છે અને તેમની વ્યાપક કાળજી લેવાની જરૂર છે,”
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ નાગરિકોને કોવિડના વધતા કેસો વચ્ચે સાવચેત રહેવાની સલાહ આપતા કહ્યું કે તેઓએ યોગ્ય સ્વચ્છતા જાળવવી જોઈએ. “ગભરાશો નહીં. આપણે પહેલા તેને નિયંત્રિત કર્યું છે, હવે તમારા સહયોગથી પણ હવે પણ બધું વ્યવસ્થિત કરીશું. કોવિડના કેસ વધી રહ્યા છે પરંતુ ગભરાશો નહીં. સ્વચ્છતા જાળવો.”
રોગચાળાના અગ્રણી નિષ્ણાતો અને વાઇરોલોજિસ્ટ્સના જણાવ્યા અનુસાર, નવા કોવિડ વેરિઅન્ટ – XBB.1.16 કેસોમાં ઉછાળો લાવી શકે છે.” એ ઉપરાંત ઉચ્ચ જોખમ ધરાવતા જૂથના લોકો, સગર્ભા સ્ત્રીઓ, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો, ક્રોનિક રોગો ધરાવતા લોકો અને નબળાં આરોગ્યની સ્થિતિ ધરાવતા, રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા અને ગંભીર બીમારીથી ઝઝૂમતા લોકોને કોવિડ-19ના વધતા જોખમનો સામનો કરવાની અને આપણે તેમને બચાવવાની જરૂર છે.”