લોકોને ટ્રાફિક એડવાઇઝરીનું પાલન કરાવવું એ પોલીસકર્મીઓ માટે એક કાર્ય છે. એકતરફ સુરત કે અમદાવાદ જેવા શહેરોમાં લોકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી અને મારામારીના સમાચારો ચમકતા રહે છે. પરિવાર સાથે નીકળતા લોકોને પણ કનડગતના અમાનવીય કિસ્સાનો સામનો કરવો પડતો હોય છે ત્યાં ચંડીગઢના એક પોલીસ જવાને દલેર મહેંદીના ગીત સાથે સ્થળ પર ફરજ બજાવવાનો શ્રેષ્ઠ માર્ગ શોધી કાઢ્યો. હાથમાં માઈક લઈને રોડની બાજુમાં ઉભેલા પોલીસકર્મીનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
લાઉડસ્પીકર પર વગાડતા દલેર મહેંદીના ગીત ‘બોલો તા રા રા રા’ના તેમના વર્ઝન સાથે, નેટીઝન્સનું ધ્યાન જે બાબત આકર્ષિત કરે છે તે છે લોકોને ‘નો પાર્કિંગ’ વિસ્તારોમાં પાર્કિંગથી દૂર રહેવાની તેમની અસામાન્ય અપીલ. આ વીડિયોને ગગન ખુરાના નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. પોલીસને લોકો સાથે ભળી જતા જોઈ શકાય છે કારણ કે તે ગાઈ રહ્યો છે, “आसे पास से मेरी गद्दी को लाई गया … खली हाथ विच हुन छब्बी रह गई … बोलो ता रा रा रा। ता रा रा गद्दी नु क्रेन लाई गई… बोलो ता रा रा रा। नो पार्किंग, नो पार्किंग, नो पार्किंग…सड़कन ते है नो पार्किंग।”
તેઓ બિન-નિયુક્ત પાર્કિંગ સ્થળોએ રસ્તાની બાજુમાં તેમના વાહનો પાર્ક કરવાના પરિણામો વિશે મુસાફરોને સમજણ આપતા જોઈ શકાય છે. તે લોકોને ચેતવણી પણ આપે છે કે જો તેઓ નિયમોનું પાલન ન કરે તો તેમના વાહનોને ટોઇંગ કરવામાં આવે છે અથવા ભારે દંડ કરવામાં આવે છે.