મૂળ બિકાનેર, રાજસ્થાનના અને હાલ સુરત આવેલા ધર્મેન્દ્ર અગ્રવાલે MCMC/મીડિયા સેન્ટર, આયોજન ભવન, બહુમાળી કેમ્પસ, નાનપુરા, સુરત ખાતે લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા અનોખો નુસ્ખો અજમાવ્યો છે. ધર્મેન્દ્ર અગ્રવાલે રંગબેરંગી પાણી પૂરીઓથી મતદાન જાગૃતિનો સિમ્બોલ બનાવ્યો છે.
વિધાનસભા ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે, અને લોકશાહીના પર્વની ઉજવણીમાં સહભાગી બને એ માટે ધર્મેન્દ્ર અગ્રવાલે પાણીપૂરી વડે તા.૧ ડિસેમ્બર: હું વોટ કરીશ: અવસર લોકશાહીનો’ લખીને પોતાની કારીગરી વડે અનોખી રીતે લોકોને જાગૃત કરવા આ સંદેશ આપ્યો છે. તેઓ બિકાનેરમાં પાણીપૂરીનો વ્યવસાય કરે છે. ધર્મેન્દ્ર અગ્રવાલ અગાઉ રાજસ્થાનમાં પણ પાણીપૂરીના ઉપયોગથી આ પ્રકારના વિવિધ જનજાગૃતિ સંદેશ રજૂ કરી ચૂક્યા છે.