કાશ્મીરી પંડિતોની દર્દનાક કહાનીને લોકોની સામે લાવનારી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ હજુ પણ બોક્સ ઓફિસ પર રોકાવાનું નામ નથી લઈ રહી. RRR જેવી ફિલ્મ રિલીઝ થયા પછી પણ વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ સતત કમાણી કરી રહી છે. કાશ્મીર ફાઇલ્સે 19 દિવસમાં 234.03 કરોડની કમાણી કરી છે અને આ દરમિયાન તેણે ઘણી મોટી ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડને પણ ધ્વસ્ત કરી દીધો છે. વિવેક અગ્નિહોત્રી 200 કરોડના ક્લબમાં ધ કાશ્મીર ફાઇલ્સની એન્ટ્રીથી ખૂબ જ ગદગદ છે. ફિલ્મની કમાણી પર તેમની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી છે.
વિવેક અગ્નિહોત્રી મુંબઈના જુહુ વિસ્તારમાં સ્થિત એક સલૂનની બહાર જોવા મળ્યો હતો. આ દરમિયાન મીડિયા ફોટોગ્રાફર્સ વિવેક અગ્નિહોત્રીને તેમની ફિલ્મની સફળતા માટે અભિનંદન આપતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ વિવેક સાથે કાશ્મીર ફાઇલ્સ 200 કરોડની વાત કરી રહ્યો છે. આના પર તે કહે છે, ‘યાર પૈસા કી બાત નહીં હૈ… લોકોના દિલ જોડાયા એ મારા માટે પૂરતું છે.’ થોડા કલાકો પહેલા સામે આવેલા વિવેક અગ્નિહોત્રીના આ વીડિયોને લાખો લાઈક્સ મળી ચૂક્યા છે.
આ દરમિયાન કાશ્મીર ફાઇલ્સ વિશે એક બીજા સારા સમાચાર સામે આવ્યા છે. હવે આ ફિલ્મ યુનાઈટેડ આરબ અમીરાતમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 7મી એપ્રિલ 2022ના રોજ UAEના થિયેટરોમાં આવવા જઈ રહી છે. UAE ના સેન્સર બોર્ડે આ ફિલ્મને કોઈપણ કટ વગર મંજૂરી આપી દીધી છે. વિવેક અગ્નિહોત્રીએ તેને પોતાની મોટી જીત ગણાવી છે કારણ કે તે ઘણા સમયથી ત્યાં ફિલ્મ રિલીઝ કરવા ઈચ્છતા હતા.