મંગળવારથી બાપ્પાનું આગમન થઈ ચૂક્યું છે. રાજકારણીઓથી લઈને બોલિવૂડના સ્ટાર્સ ખુલ્લા દિલે બાપ્પાની ભક્તિમાં લીન થઈ રહ્યા છે. તાજેતરમાં, વિશ્વ પ્રસિદ્ધ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમના ઘર એન્ટિલિયા ખાતે બાપ્પાના આગમન પર ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. રાજકારણીઓથી લઈને સમગ્ર બોલિવૂડ સુધીના લોકો તેમને ત્યાં પધરામણી થયેલા ગણપતિના દર્શન કરવા આવ્યા હતા. આ પ્રસંગે એન્ટિલિયાને પણ ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું.
એન્ટીલિયામાં શ્રીજીના પંડાલમાં સમગ્ર બોલિવૂડ ઊભરાયું હતું. સલમાન ખાન, અનન્યા પાંડે, રેખા, રણવીર સિંહ-દીપિકા પાદુકોણ, કિયારા અને સિદ્ધાર્થ અડવાણી, ઈરા ખાન અને તેનો ભાઈ જુનૈદ ખાન, સોહેલ ખાન તેના પુત્ર સાથે, અગસ્ત્ય નંદા અને નવ્યા નવેલી નંદા, એકતા કપૂર અને જિતેન્દ્ર, અભિનેતા નીલ નીતિન મુકેશ. તેની પત્ની સાથે, ફુકરેની આખી ટીમ, શ્રદ્ધા કપૂર, આયુષ્માન ખુરાના અને તેની પત્ની, સુનીલ શેટ્ટી પણ તેમના આખા પરિવાર સાથે જોવા મળ્યા હતા.
દીપિકા અને રણવીર સિંહ ટ્રેડિશનલ વેરમાં જોવા મળ્યા હતા. દીપિકાએ સ્ટાઇલિશ પિંક સૂટ પહેર્યો હતો જ્યારે રણવીર શેરવાનીમાં જોવા મળ્યો હતો.
જ્હાનવી કપૂર સફેદ પેસ્ટલ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. શાહરૂખ ખાન સમગ્ર પરિવાર સાથે જોવા મળ્યો હતો. જ્યારે આલિયા લાલ સાડીમાં એકલી જ ગણપતિના દર્શને પહોંચી હતી.
ગણેશ ચતુર્થીની ઉજવણીમાં હાજરી આપવા સલમાન ખાન મુંબઈમાં મુકેશ અંબાણીના નિવાસસ્થાન ‘એન્ટીલિયા’ પહોંચ્યો હતો. અભિનેતા સાથે તેની ભત્રીજી અલીઝેહ પણ જોવા મળી હતી.
સિદ્ધાર્થ તેની પત્ની કિયારા સાથે ગણેશજીના દર્શન કરવા આવ્યો હતો. આ કપલ ટ્રેડિશનલ લૂકમાં જોવા મળ્યું હતું.