પુરતી વ્યવસ્થાના અભાવે બીઆરટીએસ સહિતનું સુરતનું પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સતત હવે વિવાદોનું કારણ બની રહ્યું છે. સતત વાઈરલ થતાં વીડિયો એ વાતની ગવાહી પૂરી રહ્યા છે કે લોકો ક્યારેક તેના રૂટ બાબતે તો ક્યારેક સ્ટાફ બાબતે કેટલી હદે ત્રાસ અનુભવી રહ્યા છે. ભારે ભરખમ ભીડ હોવા છતાંય ક્યાંક બસની કમી હોય છે તો ક્યાંક એકસાથે ખાલી ફરતી હોય એવી લાઈનબંધ બસો જતી દેખાય છે. પ્રજાના પૈસે નવી સવલતો તો ઊભી થઈ રહી છે પરંતુ તેના રાખરખાવ બાબતે તંત્ર સાવ જ રેઢિયાળ પૂરવાર થઈ રહ્યું છે.
વધુ એક વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો તેમ BRTS બસમાં હકડેઠાઠ ભીડ વચ્ચે મહિલાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ રહી છે. વાયરલ આ વીડિયો સ્ટેશનથી સરદારમાર્કેટ જતી બસમાં કોઈ પેસેન્જર્સ દ્વારા ઉતારીને ગુજરાત બ્રેકિંગ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. આ બાબતે હવે પાલિકા તંત્ર શું પગલા ભરે છે તેના પર રોજ અવરજવર કરતાં મુસાફરોની નજર છે.