મેટ્રો અને ટ્રેનના વીડિયો સોશિયલ મીડિયા પર રોજેરોજ વાયરલ થતાં રહે છે. ક્યારેક કોઈ વિચીત્ર કૃત્યોથી લોકોને ચોંકાવી દે છે તો ક્યારેક કોઈ વીડિયોમાં અશ્લીલતા જોવા મળે છે. હવે મુંબઈની લોકલ ટ્રેનનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં મહિલાઓ વચ્ચે ભયંકર ઉગ્ર વાતાવરણ જામ્યું છે. ભારે ઝગડા-ઝગડી સાથે, વીડિયોમાં થપ્પડનો વરસાદ પણ થતો જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે ભીડવાળા મહિલા કોચની અંદર બે મહિલાઓ ઉગ્ર બોલાચાલી કરી રહી છે. પહેલા તો ઝઘડો માત્ર મૌખિક હતો પરંતુ થોડીવાર પછી ઝપાઝપી પણ શરૂ થઈ ગઈ હતી. મહિલાઓ એક પછી એક થપ્પડનો વરસાદ કરવા લાગે છે. વિવાદ અહીં અટકતો નથી. મહિલાઓ પણ એકબીજાના વાળ પકડીને લડવા લાગે છે.
વિવાદ વધતો જોઈને ત્યાં હાજર અન્ય મહિલાઓએ ઝઘડો કરી રહેલી બંને મહિલાઓને અલગ કરી દીધી અને વિવાદ શાંત થયો. મુંબઈની લોકલ ટ્રેનમાં લડતી મહિલાઓનો આ વીડિયો મુંબઈ મેટર્સના નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. જો કે ઝગડાનું કારણ જાણી શકાયું નથી પરંતુ અનુમાન છે કે એ સીટ બાબતે હોઈ શકે છે.