લોકો અડાજણ ગરબા ક્લાસની ઘટનાના શોકમાંથી હજી બહાર આવે એ પહેલા ચોંકાવનારો વધુ એક કિસ્સો પુણા વિસ્તારમાંથી બહાર આવતાં હોબાળો મચી ગયો છે. લવ જેહાદની આ ઘટનામાં ઓજેર આલમે અર્જુન સિંહ નામ ધારણ કરી એક હિંદુ યુવતિને ફસાવી હતી. 15 દિવસના પ્રેમસંબંધમાં તેને સાપુતારા લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા બાદ હવે તેની અસલી ઓળખ બહાર આવી છે. આ કૌભાંડનું એટલું જ ખતરનાક પાસું એ છે કે, તેણે નકલી નામનું આધારકાર્ડ કેવી રીતે મેળવ્યું હતું. ભ્રષ્ટ અધિકારી પણ લવ જેહાદના આ કેસમાં બરાબરના ગુનેગાર ગણવામાં આવે તેવી માંગણી લોકો પોલીસ સમક્ષ કરી રહ્યા છે.
સુરતના પુણા વિસ્તારમાં લવ જેહાદની ઘટના સામે આવી છે. અહીં નામ બદલીને હિંદુ ધર્મ ધારણ કરતાં વિધર્મી યુવકે એક યુવતીને ફસાવી હતી. તેને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. 15 દિવસ બાદ યુવતી સામે સમગ્ર વિગતો સામે આવતાં જ પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. યુવતીના વ્હારે હિંદુ સંગઠને આવી તેને ચૂંગાલમાંથી છોડાવતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઓજેર આલમ નામના ઇસમે અર્જુન સિંહ બની યુવતી સાથે પ્રેમ સબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. લગ્નની લાલચ આપી વિધર્મીએ યુવતી સાથે દુષ્કર્મ પણ આચર્યું હોવાનું સામે આવ્યું છે. 15 દિવસ બાદ યુવતીને વિધર્મીની અસલિયત ખબર પડતા આખો મામલો બહાર આવ્યો છે. યુવતીની આપવિતી હિન્દૂ સંગઠનને જાણ થતા આ યુવતીને સુરક્ષા અપાવામાં આવી રહી છે. યુવતીએ જોકે પોલીસ ફરિયાદ નોંધવાની ના પાડતા હિન્દૂ સંગઠન દ્વારા બે આધાર કાર્ડને લઈ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
હિન્દૂ સંગઠનના નરેન્દ્ર ચૌધરીએ સમગ્ર ઘટનાક્રમ અંગે ગુજરાત બ્રેકિંગને જણાવ્યું હતું કે કાપડ વેપારી ઓજેર આલમ હિન્દૂ નામ અર્જુન સિંહ ધારણ કરી ફેસબુક ઓપરેટ કરતો હતો. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, તેની પાસે બે-બે આધાર કાર્ડ હતા જેમાં એક હિન્દૂ નામથી અને બીજો ઓજેર આલમના નામથી મળી આવ્યો છે. સામાન્ય માણસોને નાના કામો માટે રખડાવતી અને 17 ડોક્યુમેન્ટ્સ માંગતી સરકારી કચેરીમાંથી વેરિફાય થયા વગર બે આધાર કાર્ડ કેવી રીતે બની ગયા એ પણ પોલીસે કડકાઈપૂર્વક એ રીતે તપાસ કરવી રહી કે, તેને લવ જેહાદના કાવતરામાં સરખો ગુનેગાર માનીને તેની સામે પણ કાર્યવાહી થાય એવું આ કિસ્સામાં સ્થાનિક લોકો ઉગ્રભાવે કહી રહ્યા છે.
લવ જેહાદની સામે આવેલી ઘટના બાદ પીડિત યુવતી ડરી ગઈ છે. આ ઉપરાંત ઓજેર આલમ રીંગરોડ કાપડ માર્કેટમાં અવધ માર્કેટમાં દુકાન ધરાવે છે. હાલ પોલીસ જુદા જુદા નામના બે આધાર કાર્ડ રાખવાના ગુનામાં ફરિયાદને આધારે તપાસ કરી રહી છે. આ અંગે યુવતીએ જણાવ્યું હતું કે હું તો માર્કેટમાં નોકરી માટે ગઈ તો ઓજેર આલમે એનું નામ અર્જુનસિંહ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ નામ બદલીને પ્રેમ સબંધ બાંધ્યા હતા. અને સાપુતારા પ્રવાસ પણ કર્યો હતો.તેમજ વારંવાર લગ્નની લાલચ આપી વિધર્મી એ દુષ્કર્મ આચર્યું છે. જો કે 15 દિવસમાં વિધર્મીની તમામ અસલિયત સામે આવી ગઈ છે. ફેસબૂક પર હિન્દૂ નામ ધારણ કરી છેતરી રહ્યો છે. તે માર્કેટમાં રુહી ફેશનના નામે કાપડનો વેપાર કરે છે.અને પીડિત યુવતીએ વધુમાં જણાવ્યું કે સમાજ અને પરિવારના માર્ગદર્શન બાદ પોલીસ ફરિયાદ નોંધાવીશ.