ચાનો શોખ અને તેનો નશો ભારતમાં અલગ જ તરી આવે છે. છેલ્લા ઘણાં સમયથી જેવું દરેક ફૂડ સાથે થઈ રહ્યું છે એવું ચા સાથે પણ બની રહ્યું છે. એ ઈટાલિયન લોચો કે પીત્ઝા સેન્ડવિચ જેવું છે અથવા તો ચોકલેટ સમોસા જોઈ લો. ચા પણ ઠેકઠેકાણે અલગ અલગ ફ્લેવર્સમાં પીરસાઈ રહી છે પરંતુ અહીં અમે જે વાત લાવ્યા છીએ એમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક ચા વેચનાર ગરમ પીણામાં આલ્કોહોલ ભેળવી રહ્યો છે. વળી, તે કુલ્લડ ચા હતી જેમાં થોડો રમ ઉમેરાઈ રહ્યો હતો. ક્લિપમાં એક અનોખા પીણાની તૈયારી દર્શાવવામાં આવી હતી અને લોકો તેના પર કોમેન્ટ્સનો મારો કરવા ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.