એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બે ભાભી વચ્ચે પોતાના દિયર સાથે લગ્ન કરવા બાબતે ઉગ્ર થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને ભાભી તેમના નાના દિયર સાથે લગ્ન કરવા માંગતા હતી. જેને લઈને બંને વચ્ચે એવો તો જોરદાર ઝઘડો થયો કે જાહેરમાં એકબીજાના વાળ ખેંચીને મારામારી કરવા લાગી હતી.
આ સમગ્ર મામલો બિહારના નાલંદાનો છે. અહીં રહેતા હરેન્દ્ર પાસવાનના મોટા ભાઈઓની પત્નીઓ તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. તેમના એક ભાઈનું બીમારીથી મૃત્યુ થયું હતું. તેથી, માતા-પિતા અને ગ્રામજનો ઈચ્છતા હતા કે વિધવા તેના દિયર સાથે લગ્ન કરે. જ્યારે બીજા ભાઈની પત્ની મિલકતના લોભમાં તેના દિયર સાથે લગ્ન કરવા માંગતી હતી. આ બનાવ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે શરૂઆતમાં બંને મહિલાઓ વચ્ચે ઝઘડો થયો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો. બંનેએ એકબીજાને જોરથી લાતો અને મુક્કા માર્યા હતા. આ લડાઈમાં બંનેને ઈજાઓ પણ થઈ હતી. સ્થળ પર કેટલાક લોકોની મદદથી મામલો શાંત પડયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.
પોલીસે જણાવ્યા અનુસાર, ગ્રામજનો અને પોલીસની મદદથી તેની વિધવા ભાભી સાથે દિયરના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. કારણ કે ત્રીજો પુત્ર હરેન્દ્ર પાસવાન ભણતરને કારણે હજુ કુંવારો હતો. મોટા અને મધ્યમ પુત્રને ત્રણ-ત્રણ બાળકો પણ છે.