બોરસદ વિધાનસભા કૉંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર ફરી વિવાદમાં આવ્યા છે. કોંગ્રેસની ચૂંટણી પ્રચાર સભામાં ભીડ જમાવવા અહીં ડાન્સરનો સહારો લેવાતાં લોકો ચોંકી ઊઠ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારની સભામાં ડાન્સરે ઠુમકા લગાવતા હોબાળો મચી ગયો. વિરોધીઓએ યે તો હોના હી થા કહી તેમની ચૂટકી લેવા માંડી છે.
ચૂંટણી પ્રચારમાં લોકોને આકર્ષવા નવા શબ્દો કે વચનો હવે પૂરતાં નથી રહ્યા. અગાઉ લોકો જમા થાય એ માટે સ્ટેજ પર સેલિબ્રિટીઝની હાજરીનો આગ્રહ રખાતો હતો પરંતુ એ પણ વાત જૂની થઈ જતાં લોકો ડાન્સર બોલાવવા જેવા હલકાં પ્રયોગો કરવા લાગ્યા છે. યુપી-બિહાર માટે એ ચલણમાં હશે પરંતુ ગુજરાતમાં એ શર્મનાક કૃત્ય જ લેખાઈ શકે છે. એ રીતે કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પ્રચારથી વિવાદમાં આવ્યા છે. આણંદના આણંદના બોરસદમાં કોંગ્રેસની જાહેર સભામાં ડાન્સરને બોલાવવામાં આવી હતી. ડાન્સરે સ્ટેજ પર ઠુમકા લગાવ્યા હતા.
કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારની સભામાં ડાન્સરે ઠુમકા લગાવતા ચર્ચા ઉઠી હતી. ઘટનાનો વિડીયો વાયરલ થતાં લોકોની ઉગ્ર પ્રતિક્રિયા બહાર આવી રહી છે. લોકોએ કોમેન્ટ્સ કરતાં કહ્યું કે, શું લોકો પાસે મત માંગવા ઉમેદવારે ડાન્સરનો સહારો લીધો. કૉંગ્રેસના ઉમેદવારનાં બેનરો લાગેલા મંચ પર ડાન્સરોએ ડાન્સ કર્યો હતો.