વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકા પહોંચતા જ તેમનું અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી રાજદૂત યોશિતા સિંહ, અમેરિકામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુએ તેમનું સ્વાગત કર્યું હતું. તમામ ભારતીય નાગરિકો પણ તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. પીએમ મોદી આજે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. આ પછી વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય વાતચીતનો કાર્યક્રમ પણ છે. અગાઉ, તેઓ યુએસના ઘણા વિદ્વાનો અને થિંક ટેન્ક જૂથોના સભ્યોને મળ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચ્યા તો તેમના સ્વાગત માટે ઘણા NRI પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા. પીએમ એ પ્રવાસી ભારતીયોને મળ્યા. આ દરમિયાન લોકોએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા.
ન્યૂયોર્કમાં પીએમ મોદીએ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્ક સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ મસ્કે કહ્યું કે હું આવતા વર્ષે ભારત આવવાની યોજના બનાવી રહ્યો છું. મને ખાતરી છે કે ટેસ્લા માનવીય રીતે શક્ય તેટલી વહેલી તકે ભારતમાં પાછી આવશે. હું પીએમ મોદીના સમર્થન માટે આભાર માનવા માંગુ છું. આશા છે કે ભવિષ્યમાં અમારી પાસે કોઈ જાહેરાત હશે. ભારતમાં જંગી રોકાણની શક્યતા છે.