‘આનંદશ્રી મલ્ટીપર્પઝ કો.-ઓ.સોસાયટી લિ.’(રજિસ્ટર્ડ ઓફિસ સરનામું: ગલી નં.૧૬ અને ૧૭, બીજા માળે, ચંદ્રલોક કોમ્પ્લેક્ષ, સિને પાર્કની બાજુમાં, ચણોદ, વાપી તથા ફ્લેટ નં.૩૦૨, ત્રીજા માળે, આરંભ ચેમ્બર, ચીકુવાડી, ચલા, તા.વાપી, જિ.વલસાડ)ના હોદ્દેદારો/કર્મચારીઓએ મંડળીના સભાસદો/થાપણદારો/આમ જનતા પાસેથી જુદી-જુદી લોભામણી સ્કીમોના નામે મોટી રકમ ઉઘરાવી નાણાકીય છેતરપિંડી આચરી છે. આ સોસાયટી સ્કીમોના નાણાંકીય/વહિવટી હિસાબ રજૂ કરવામાં તથા રોકાણકારોના નાણાં પરત કરવામાં નિષ્ફળ ગઈ છે. આ બાબતની અરજીની તપાસ સુરત શહેર સી.આઈ.ડી.ક્રાઈમ દ્વારા કરવામાં આવી રહી છે. જેથી ‘આનંદશ્રી મલ્ટીપર્પઝ કો.ઓ.સોસા.ની સ્કીમોમાં જાહેર જનતા/રોકાણકારો સાથે કોઇ નાણાંકીય વિશ્વાસઘાત, છેતરપિંડી થઈ હોય અથવા પાકતી મુદતે રોકાણના નાણાં પરત કરવામાં નિષ્ફળ ગયા હોય તો તે અંગેના રોકાણના જરૂરી દસ્તાવેજી પુરાવાઓ સાથે ડિટેક્ટીવ પોલીસ ઇન્સ્પેકટરની કચેરી, સી.આઇ.ડી. ક્રાઇમ, સુરત શહેર તપાસ એકમ., એ-બ્લોક, બીજો માળ, બહુમાળી ભવન, નાનપુરા, અઠવાલાઇન્સ, સુરતના સરનામે રૂબરૂ સંપર્ક સાધવા અથવા મો.નં. ૯૯૨૫૧૧૩૮૮૦ ઉપર સંપર્ક સાધવા ટી.વી.પટેલ, ડિટેક્ટિવ પો.ઇન્સ., સી.આઈ.ડી.ક્રાઇમ-સુરતની યાદીમાં જણાવાયું છે.