વસંત પંચમી વિશેષ- વાસ્તુશાસ્ત્રની વૈદિક પદ્ધતિથી બન્યું છે ઈન્દોરનું સરસ્વતી મંદિર વાસ્તુશાસ્ત્રની વૈદિક પદ્ધતિથી બન્યું છે ઈન્દોરનું સરસ્વતી મંદિર. વસંત પંચમીએ આ સરસ્વતી મંદિરમાં ભક્તોનો મેળો ભરાય છે. અહીં વિદ્યાર્થીઓની આ દિવસે જામે છે સવિશેષ ભીડ. વિદ્યાર્થીઓ શ્રદ્ધાપૂર્વક ઉજ્જવળ કારકિર્દી માટે માતા શારદેની વંદના કરે છે.આ પ્રસંગે મંદિરમાં વિવિધ વિધિવિધાનનું પણ આયોજન થાય છે.
મંદિરના પૂજારી પંડિત વિજય મોહોર કહે છે કે સરસ્વતી મંદિરના નિર્માણમાં વાસ્તુની ઝીણવટ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. વસંત પંચમીના દિવસે ઈન્દોર ઉપરાંત દેશભરનાં અન્ય શહેરોમાંથી લોકો દર્શન કરવા અને તેમની મનોકામના પૂર્ણ કરવા માતાના ચરણોમાં માથું ટેકવે છે. ભક્તો જેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે, તેઓ તેમના આદર પ્રમાણે દેવી સરસ્વતીને સાડીઓ, આભૂષણો, પ્રસાદ વગેરે અર્પણ કરીને ગુપ્ત દાન કરે છે.