સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ઈન્ડિયા પોસ્ટે સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in પર કુશળ કારીગરની જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે 9 મે 2022 સુધી અરજી કરી શકે છે.
જાહેરનામા મુજબ, આ ભરતી પ્રક્રિયા દ્વારા ઈન્ડિયા પોસ્ટમાં 9 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે, જેમાં મિકેનિક (મોટર વ્હીકલ)ની 5 જગ્યાઓ, ઈલેક્ટ્રીકલની 2 જગ્યાઓ, ટાયરમેનની 1 જગ્યા અને લુહારની 1 જગ્યા નક્કી કરવામાં આવી છે.
આ પોસ્ટ્સ પર પસંદગી પામેલા ઉમેદવારોને પે મેટ્રિક્સ લેવલ 2 હેઠળ દર મહિને રૂ. 19900નો પગાર આપવામાં આવશે.
નોટિફિકેશન મુજબ, આ જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો કે, સરકારી નિયમો અનુસાર, અનામત વર્ગના ઉમેદવારોને ઉચ્ચ વય મર્યાદામાં વિશેષ છૂટ આપવામાં આવશે.
અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ ધોરણ 8 પાસ કરેલ હોવું જોઈએ અથવા માન્ય ટેકનિકલ સંસ્થામાંથી સંબંધિત આવડતમાં પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. રસ ધરાવતા ઉમેદવારો ભરતી સંબંધિત અન્ય માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન જોઈ શકે છે.
આ જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારોની પસંદગી ટ્રેડ ટેસ્ટ અનુસાર કરવામાં આવશે અને રસ ધરાવતા ઉમેદવારો તેમની અરજી નિયત ફોર્મેટમાં અને અન્ય જરૂરી દસ્તાવેજો 9 મે 2022 સુધીમાં સૂચનામાં આપેલા સરનામે મોકલી શકશે.