ગૃહ મંત્રાલય હેઠળના ઇન્ટેલિજન્સ બ્યુરોએ સહાયક કેન્દ્રીય ગુપ્તચર અધિકારી ગ્રેડ 11/ટેક્નિકલ ભરતી 2023 માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ IB ભરતી માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો ગૃહ મંત્રાલયની વેબસાઈટ mha.gov.in પર જઈને અરજી કરી શકે છે.
IB ની આ ભરતી અભિયાનમાં કુલ 226 જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. IB ભરતી માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા 23 ડિસેમ્બર, 2023 થી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 12 જાન્યુઆરી, 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ જાન્યુઆરી 16, 2024 છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઓનલાઈન અરજી કરતા પહેલા અરજી પાત્રતા, પસંદગી પ્રક્રિયા અને અરજીની શરતો વિશે વિગતવાર માહિતી માટે સમગ્ર ભરતી સૂચનાને ધ્યાનપૂર્વક વાંચે.
IB ભરતી 2023 માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે GATE 2021 માં ક્વોલિફાઇંગ કટઓફ માર્ક્સ હોવા આવશ્યક છે અથવા GATE 2023 પરીક્ષા (EC અથવા CS) માં કટઓફ માર્ક્સની સૂચિમાં નામ હોવું આવશ્યક છે. આ સાથે સંબંધિત ક્ષેત્રમાં BE અથવા B.Tech એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ. અથવા કોમ્પ્યુટર એન્જીનીયરીંગ અથવા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગની ડીગ્રી હોવી જરૂરી છે.