જાપાનમાં ક્વાડ બેઠક દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન જે રીતે પીએમ મોદી પાસે આવ્યા અને તેમને ગળે લગાવ્યા તે સમગ્ર વિશ્વએ જોયું. હવે સમાચાર આવ્યા છે કે ક્વાડ મીટિંગ દરમિયાન જો બિડેને પીએમ મોદીને કહ્યું કે, તેમને તેમના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઘણા ટોચના નાગરિકો તરફથી એટલી ઢગલાબંધ અરજીઓ મળી રહી છે કે, તેમના આ માટે આ કાર્યક્રમનું આયોજન એક પડકારરૂપ બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી જૂનમાં અમેરિકા જવાના છે. જો બિડેને પીએમ મોદીને તેમની આ લોકપ્રિયતાની નોંધ લેતાં એમ પણ કહ્યું કે ‘તેમણે પીએમ મોદીનો ઓટોગ્રાફ લેવો જોઈએ’
ક્વાડ મીટિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે પણ પીએમ મોદીની લોકપ્રિયતાના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે સિડનીમાં સામુદાયિક રિસેપ્શનની ક્ષમતા 20,000 લોકોની છે પરંતુ તેમને હજુ પણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે એટલી બધી અરજીઓ મળી રહી છે કે તેઓ દરેકને કેવી રીતે સમાવી શકશે એ સમસ્યા છે.
પોતાની ભારત મુલાકાતને યાદ કરતા અલ્બેનીઝે કહ્યું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 90,000 થી વધુ લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બાનીસે માર્ચમાં ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચમાં હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે સોમવારે વડાપ્રધાન મોદી જાપાનથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે.
વડાપ્રધાન મોદી જાપાનના વડાપ્રધાનના આમંત્રણ પર G7 સમિટમાં ભાગ લેવા જાપાનના પ્રવાસે છે. ક્વાડ મીટિંગ જાપાનમાં પણ યોજાઈ રહી છે, જે અગાઉ ઓસ્ટ્રેલિયામાં યોજાવાની હતી પરંતુ યુએસ પ્રેસિડેન્ટ તેમની મુલાકાત વચ્ચે જ સ્વદેશ પરત ફર્યા હોવાથી ક્વાડ મીટિંગ જાપાનમાં જ યોજાઈ હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત 2024માં ક્વાડ મીટિંગની યજમાની કરવા માંગે છે.