અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ભારતીય-અમેરિકન રાજદ્વારી પુનીત તલવારને મોરોક્કોમાં દેશના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. તલવાર હાલમાં વિદેશ મંત્રાલયમાં વરિષ્ઠ સલાહકાર છે. તલવારે વિદેશ મંત્રાલય, વ્હાઇટ હાઉસ અને સંસદમાં રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિના હોદ્દા સંભાળ્યા છે. વ્હાઇટ હાઉસે અન્ય કેટલાક વરિષ્ઠ વહીવટી હોદ્દાઓ માટે પણ નામોની જાહેરાત કરી હતી.
તલવારે પોલિટિકો-મિલિટરી અફેર્સ માટે રાજ્યના સહાયક સચિવ, રાષ્ટ્રપતિના વિશેષ સહાયક અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના વરિષ્ઠ નિયામક અને યુએસ સેનેટમાં વિદેશી સંબંધોની સમિતિના વરિષ્ઠ સભ્ય તરીકે સેવા આપી હતી. તલવારની સેવાઓમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ અને વિદેશ મંત્રાલયના ‘પોલિસી પ્લાનિંગ સ્ટાફ’માં પણ મહત્વની ભૂમિકાઓ સામેલ છે.
સરકાર ઉપરાંત, તેઓ ‘એશિયા સોસાયટી પોલિસી ઇન્સ્ટિટ્યૂટ’માં વરિષ્ઠ સંશોધન વિદ્વાન, પેન્સિલવેનિયા યુનિવર્સિટી પેન બિડેન સેન્ટર વગેરેમાં વિઝિટિંગ સ્કોલર રહી ચૂક્યા છે. તલવારે કોર્નેલ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગમાં BS અને કોલંબિયા યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય બાબતોમાં MA કર્યું છે. તેઓ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સના સભ્ય છે અને વોશિંગ્ટનના રહેવાસી છે.
પુનિત તલવાર પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ભારતીય મૂળની રાજકીય કાર્યકર્તા શેફાલી રાઝદાન દુગ્ગલને નેધરલેન્ડમાં રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. 50 વર્ષની શેફાલી મૂળ ભારતના કાશ્મીરની છે. તેણી સિનસિનાટી, શિકાગો, ન્યુ યોર્ક અને બોસ્ટનમાં રહીને ઉછર્યા હતા.